રીવાબા અને રવીન્દ્ર જાડેજાએ રાખ્યો ફિલ્મ દુનીયામાં કદમ, જુઓ ફિલ્મના પહેલા પોસ્ટરની તસ્વીરો

રવીન્દ્ર જાડેજા ક્રિકેટની દુનિયાનો એક ચમકતો સિતારો છે જે ઓલરાઉન્ડર તરીકે પણ ઓળખાય છે ત્યારે હવે આ રવીન્દ્ર જાડેજાએ ફિલ્મની દુનિયામાં પણ પગલું મુકવા જઈ રહ્યો છે. રવીન્દ્ર જાડેજાએ તેમની પત્ની રીવાબા સાથે એક ફિલ્મ બનાવી છે, જેની માહિતી પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરીને શેર કરી છે.

મહેન્દ્ર સિંહ ધોની પછી હવે રવીન્દ્ર જાડેજાની ફિલ્મ દુનિયામાં પગલું રાખ્યું છે. રવીન્દ્ર જાડેજાની આ ફિલ્મનું નામ છે પછતર કા છોરા. આ ફિલ્મમાં રણદીપ હુડા સંજય મિશ્રા, નીના ગુપ્તા અને ગુલશન ગ્રોવર જેવા બોલિવૂડના દિગ્ગજ કલાકારો જોવા મળશે. રવિન્દ્ર જાડેજા અને તેની પત્ની રીવાબા આ ફિલ્મના સહ-નિર્માતા છે. તે જ સમયે, આ ફિલ્મના નિર્દેશક જયંત ગિલતાર છે.

રવિન્દ્ર જાડેજા અર્ધાંગીની સાથે બનાવી રહ્યા છે ફિલ્મ

ક્રિકેટ હોય કે રાજનીતિ રવીન્દ્ર જાડેજા અને તેમના પત્ની રીવાબા જાડેજા એક બીજા માટે હંમેશા ઉભા હોય છે ત્યારે હવે બન્નેએ ફિલ્મ જગતમાં પગપેસારો કર્યો છે. રવિન્દ્ર જાડેજાની આ ફિલ્મની લોન્ચિંગ તારીખ જાહેર કરવામાં આવી નથી. ફિલ્મના પોસ્ટરમાં પાણીમાં ડૂબેલો એક હાથ બતાવવામાં આવી રહ્યો છે ત્યારે જામનગરના ધારાસભ્ય રીવાબા જાડેજા સહિતના ફિલ્મ સ્ટાર આ ફિલ્મનું પોસ્ટર રીલીઝ કર્યું હતું.

અત્રે તમને જણાવી દઈએ કે હજુ થોડા સમય પહેલા જ ગુજરાતમાં ભાજપની ભવ્ય જીત થઈ હતી તેમજ જામનગરમાં રીવાબા જંગી બહુમતીથી જીત્યા હતા. જાડેજાએ શાનદાર ફોર્મ સાથે લગભગ 6 મહિના બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરી છે. જાડેજાએ ઓસ્ટ્રેલિયા ટેસ્ટ શ્રેણીમાં અત્યાર સુધીમાં 3 મેચ રમી છે અને તેના નામે 21 વિકેટ નોંધાઈ છે ત્યારે હવે આ કપલ ફિલ્મી દુનિયામાં જઈને કેવી ધૂમ મચાવશે તે જોવાનું રહ્યુ !!