Abtak Media Google News

૯૪ વર્ષીય કરૂણાનિધીને યુરિનલ ઈન્ફેકશનના કારણે ફીવરની સમસ્યા

ડીએમકેના પ્રમુખ અને તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી એમ કરૂણાનીધીની તબિયત વધુ લથડી છે. કાવેરી હોસ્પિટલના એક્ઝિકયુટીવ ડાયરેકટર ડો.અરવિંદ સેલ્વરાજે જણાવ્યું કે, વધતી જતી ઉંમરના કારણે કરૂણાનીધીની તબિયતમાં ઝડપી સુધારો થતો નથી.

ડોકટર્સના જણાવ્યા પ્રમાણે કરૂણાનીધીને યુરિનલ ઈન્ફેકશન થયુ છે અને તેના કારણે તાવ આવે છે. જોકે ડોકટરો તેમજ મેડિકલ અને નર્સિંગ પ્રોફેશન સાથે જોડાયેલી ટીમ તેમની સતત કાળજી લઈ રહી છે. કરૂણાનીધીની તબિયતમાં સુધારો થતા તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવશે. તેમની તબિયતમાં ઝડપી સુધારો થાય તે માટે તેમને એન્ટીબાયોટીક આપવામાં આવી રહી છે. તેમની તબિયતને ધ્યાનમાં રાખીને તેમનો ઈલાજ કરી રહેલી ટીમે કરૂણાનીધીને આરામ કરવાની સલાહ આપી છે. સાથે જ તેમને મળવા આવતા વિઝિટર્સને પણ સુચના આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે પાર્ટીના વર્કિંગ પ્રેસીડેન્ટ એમ.કે.સ્ટાલીને ટવીટ કર્યું હતું કે, ૯૪ વર્ષીય કરૂણાનીધીને તાવ આવ્યો છે અને ૧૯ જુલાઈએ તેમને કાવેરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જોકે ૪ વાગ્યે તેમની તબિયતમાં સુધારો થતા તેમને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. મહત્વનું છે કે કરૂણાનીધીને પેટની સમસ્યા હોવાના કારણે એન્ડ્રોસ્કોપી પણ કરવામાં આવી હતી અને ટયુબ દ્વારા તેમને જમવાનું આપવામાં આવતુ હતું. ટયુબ મારફતે ન્યુટ્રિશ્યન ફુડ, લીકવીડ અને દવાઓ આપવામાં આવતી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.