Abtak Media Google News

૧૪ પાટીદાર યુવાનોએ કરાવ્યું મુંડન: આંદોલનમાં શહીદ થયેલા પાટીદારોને શ્રઘ્ધાંજલી અપાઇ

પાટીદાર અનામત આંદોલન વખતે જી.એમ.ડી.સી. ગ્રાઉન્ડ ખાતેથી હાર્દીકની ધરપકડ બાદ રાજયભરમાં ઉગ્ર આંદોલનો ફાટી નીકળ્યા હતા જેમાં પોલીસ સાથેના ઘર્ષણમાં ચૌદ જેટલા પાટીદારો મૃત્યુ પામ્યા હતા આ મૃત્યુ પામેલા પાટીદારોને પાટીદાર અનામત આંદોલન સમીતીએ શહીદ ગણાવ્યા હતા આ શહીદોને શ્રઘ્ધાંજલી આપવા ગત ૧૬મી જુલાઇથી પાટીદાર અનામત આંદોલન સમીતીએ આને સહીદ યાત્રા ગણાવી હતી આ યાત્રા જુનાગઢ પહોંચી જુનાગઢ દામોદર કુંડ ખાતે શહીદોના અસ્થિ વિસર્જન કરી પાટીદારોએ મુંડન કરાવ્યું હતું. અને તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.

Advertisement

આ અંગે વિશેષ વિગત અનુસાર શહીદ યાત્રા ગીરનાર મહાતીર્થ યાત્રામાં દામોદર કુંડમાં શહીદોને શ્રઘ્ધાંજલી અર્પણ કરવા ૧૪ પાટીદાર સમાજના યુવાનો શહીદ થયા તેમને શ્રઘ્ધાંજલી અને તેમના આત્માને શાંતિ અર્થે ૧૪ યુવાનો દ્વારા મુંડન કરવામાં આવ્યું આવી સરકારને ભગવાન દામોદરબાપુ સદબુઘ્ધી આપે જે સરકાર દ્વારા પાટીદાર સમાજના યુવાનો પર ગોળીઓ વરસાવવામાં આવી તેવી સરકારને પાટીદારો કયારેય માફ નહી કરે તેમજ યાત્રાનું મજેવડીમાં મોટી સંખ્યામાં વિઘાર્થીઓએ શહીદ  થયેલા યુવાનોને શ્રઘ્ધાંજલી અર્પી જેમાં અમીત પટેલ, ગામના સરપંચ મહેન્દ્રભાઇ ઢોલરીયા તેમજ ગ્રામજનો ઉ૫સ્થિત રહ્યા આજે જે વિસનગર કોર્ટે દ્વારા હાર્દીક પટેલ અને લાલજીભાઇ પટેલને દોષિત ઠેરવવામાં આવ્યા છે.

તેમાં સરકાર દ્વારા ખોટા પુરાવાઓ રજુ કરી જેલમાં ધકેલવાનું કામ સરકાર દ્વારા કરવામા આવ્યું છે આવતી રપ ઓગષ્ટ ના રોજ જે ઉપવાસ આંદોલન કરવાનું આયોજન તોડવા માટે તેમજ આવનારી લોકસભાની ચુંટણીમાં પાર્ટીને કરવામાં આવી રહ્યું છે. ન્યાયતંત્રને ખોટા પુરાવાઓ રજુ કરી લોકશાહીમાં ન્યાયતંત્ર ઉપરનો ભરોસો તોડવાનું કામ સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે. પણ દરેક સમાજ પાટીદાર સમાજ સાથે જોડાયેલો છે અને આવતા દિવસોમાં લોકોના પ્રશ્નો માટે હંમેશા લડતા રહીશું તેમ અમીત પટેલેે જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.