Abtak Media Google News

વિશ્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારત હવે આર્થિક મહાસત્તા બનવા તરફ ડગ માંડી રહ્યું છે અર્થતંત્રની સાથે સાથે સંરક્ષણ અને વૈશ્વિક મંચ પર ભારતની એક જવાબદાર રાષ્ટ્ર તરીકેની આભા દિવસે દિવસે વધુને વધુ સમર્થ બનતી જાય છે. 21 મી સદીમાં ભારત વિશ્વ ગુરુની ભૂમિકા માં આવશે તેવી રાયકાઓ પૂર્વે થયેલી આગાહી હવે સાચી પુરવાર થઈ રહી છે સંયુક્ત રાષ્ટ્ર મહાસંગમાં ભારતને કાયમી સભ્યો પર આપવા માટેની વૈશ્વિક માંગ પણ વધી છે અને ટૂંક સમયમાં જ ભારતને સલામતી સમિતિના સભ્ય તરીકે માન્યતા મળીને જ રહેશે

ભારતીય નેતૃત્વ એ વિશ્વ સમાજના પરંપરાગત નિયમો અને કહેવાતા મોટા રાષ્ટ્રની ગેર વ્યાજબી મનમાની માં હા માં હા કરવાની પદ્ધતિ બદલાવવામાં ભારતે મુખ્ય જવાબદાર ની ભૂમિકા ભજવી છે.

વૈશ્વિક મંચ પર યુનોની કાયમી સલામતી સમિતિના કાયમી સભ્યો જવાબદારી અને તટસ્થતા રાખવાના બદલે વારંવાર પોતાના હિત અને પોતાના મિત્ર રાષ્ટ્રોના હિતમાં વીટોનો ઉપયોગ કરતા દૂર ઉપયોગ વધુ કરતા હતા અલબત્ત ભારતના નેતૃત્વથી હવે વિશ્વમંચ પર સાચા ને સાચું કહેવાવાળા ની સંખ્યા વધતી જાય છે

ત્યારે કાશ્મીરના અલગતા વાદીઓ પણ હવે મુક્તપ્રાય અવસ્થામાં ધકેલાઈ ચૂક્યા છે

આઝાદીકાળ પછીના દાયકાથી કાશ્મીર હડપવાની પહેરવીમાં પાકિસ્તાન વારંવાર કાશ્મીર નો રાગ ખેડતું આવ્યું છે પરંતુ ભારતની અસરકારક રજૂઆત અને વૈશ્વિક આંતકવાદ વિશેના ભારતના અભિગમ અને વિશ્વમંચને આંતકવાદ અંગે સાચી વાસ્તવિકતા સમજાવવામાં સફળતા મેળવીને ભારતે આંતકવાદને પોશતા પાકિસ્તાન જેવા રાષ્ટ્રોને ખુલ્લા પાડ્યા અમેરિકાને પણ વર્લ્ડ ટ્રેડ સેન્ટર ના હુમલામાં પાકિસ્તાનની અસલી હકીકત સમજાઈ ગઈ અને ભારતના તટસ્થ નેતૃત્વની કદર થઈ આ સાથે જ કાશ્મીર મુદ્દે વિશ્વમંચ અને ભારતની વાત સમજાઈ ગઈ અને કાશ્મીર ભારતનો અભિન્ન અંગ છે ભારતના સર્વભૂમત્વ સાથેના આ મુદ્દા ને વિશ્વ સાચી રીતે મૂલવતું થયું પાકિસ્તાનના ઇશારે કાશ્મીરના અલગતાવાદીઓ ની દુકાનનો પણ બંધ થઈ ગઈ અને હવે કાશ્મીરમાં અમન શાંતિ નું વાતાવરણ ઊભું થયું છે અને અલગતાવાદીઓ અસ્તિત્વ નામ શેષ થઈ ગયું છે ભારત બહાર રહીને કાશ્મીરીઓને ઉશ્કેરનારા પણ હવે એકલા પડી ચૂક્યા છે અને અલગતાવાદીઓ સંપૂર્ણ નાકામ બની ગયા છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.