Abtak Media Google News

કટીંગ થાય તે પૂર્વે પાર્ક કરેલા ટ્રકમાંથી રૂ.15.84 લાખનો દારૂ ઝડપાયો

7411 બોટલ શરાબ અને ટ્રક મળી રૂ. 20.91 લાખનો મુદામાલ કબ્જે: ટ્રક ચાલકની ધરપકડ

કેન્દ્ર શાસિત પ્રદેશ દમણથી જીપીએસ સિસ્ટમ લગાડેલો દારૂ ભરલો ટ્રક કેશોદ સુધી પહોંચી ગયો છે. કટીંગ થાય તે પૂર્વે પાકીંગ કરેલા ટ્રકમાંથી રૂ. 15.84 લાખનો વિદેશી દારૂના જથ્થા સાથે ટ્રક ચાલકની ધરપકડ કરી નાશી છુટેલા સાયલા પંથકના શખ્સ સહિત શખ્સો નાશી છુટયા છે. પોલીસે ટ્રક અને દારુ મળી રૂ. 203.91 લાખ નો મુદામાલ કબ્જે કરી દારુના મુળ સુધી પહોંચવા તપાસનો ધમધમાટ આદયો છે.

કેશોદના બાયપાસ રોડ પર ટ્રક  જીજે – 11- ડબલ્યુ -7921 માં ગેરકાયદે  રીતે દારૂની હેરાફેરી કરી નફો રળી પૈસા કમાવવાની વૃત્તિ સાથે ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી વિદેશી દારૂનું કટિંગ કરવામાં આવનાર હોય કેશોદ પોલીસ વિભાગ નાં ડીવાયએસપી બી સી ઠક્કર નાં માર્ગદર્શન હેઠળ કેશોદ પોલીસ સ્ટેશન નાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે જે પટેલ પોલીસ હેડ કોન્સ્ટેબલ કિરણભાઈ જીવાભાઈ ડાભી અમરાભાઈ હામાભાઈ જુજીયા રવિભાઈ જગદીશભાઈ ધોળકિયા રુચીતભાઈ ડાંગર રોનકભાઈ પટેલ સંજયસિંહ કૃષ્ણસિંહ ઝાલા, ભગવાનભાઈ ગરચર, પ્રતાપસિંહ હરસુરભાઈ,વિનયસિહ કાળુભાઈ, જીણાભાઇ ગરેજા સહિતના પેટ્રોલિંગ કરી રહ્યાં હતાં ત્યારે માંગરોળ રોડ પર આવેલ 66 કેવી સબસ્ટેશન નજીક પેટ્રોલ પંપ સામે શંકાસ્પદ હાલતમાં ટ્રક પડેલો હોય  તપાસ કરતાં ઢાંકેલી તાલપત્રી નીચે વિદેશી દારૂનો જથ્થો કટીંગ કરવાની પેરવી કરતા પહેલાં પોલીસ ત્રાટકી હતી.

કેશોદના માંગરોળ રોડ પર આવેલ પેટ્રોલ પંપ સામે થી ટ્રક ચાલક બટુકભાઈ રાજાભાઈ માથાસુરીયા (રહે મદારગઢ તાલુકો સાયલા)  ને હસ્તગત કરવામાં આવેલો છે ત્યારે દલસુખ ઉર્ફે મુન્નો ઉર્ફે મેહુલભાઈ ઠાકોર ચોરવીરા તાલુકો સાયલા જીલ્લો સુરેન્દ્રનગર હાજર મળી આવેલ નથી. કેશોદ પોલીસ દ્વારા પ્રાથમિક તપાસમાં કેન્દ્રશાસિત પ્રદેશ દમણ ખાતે થી વિદેશી દારૂનો જથ્થો લાવવામાં આવ્યો હતો અને ઝડપાયેલા ટ્રકમાં જીપીએસ સિસ્ટમ ફીટ કરવામાં આવી હોય બુટેલેગરો પણ આધુનિક ટેકનોલોજી નો ઉપયોગ કરવા લાગ્યા નું બહાર આવ્યું છે.

વિદેશી દારૂની  બોટલ નંગ 7411 કુલ કિંમત રૂપિયા 15,84,000/- ટ્રક સહિત રૂપિયા 20,91,000/- નો   મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે. કેશોદ પોલીસે વિદેશી દારૂનો જથ્થો ભરી આપનાર અજાણ્યો શખ્સ સહિત ત્રણ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. કેશોદ પોલીસ દ્વારા ઝડપી વિદેશી દારૂનો જથ્થો કોને પહોંચાડવાનો હતો અને પાયોલીટીગ કોણ કરી રહ્યું હતુ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.