Abtak Media Google News

10 વર્ષ પહેલા 10 લાખ 10 ટકા લીધા બાદ  રકમ ચુકવવા 10  વ્યાજ ખોરોની ચુંગાલમાં ફસાયો

પત્નીનું 23 તોલા સોનું બેંકમાં ગિરવે મૂકયું, ટ્રેકટર  વેંચાય ગયું

બાબરા તાલુકાના કોટડાપીઠા ગામે રત્ન કલાકાર એ 2012માં  બહેનના લગ્ન માટે રૂ. 10 લાખની રકમ માસિક 10ટકા વ્યાજે લીધા બાદ વ્યાજ ચૂકવવા વધુને વધુ રકમ વ્યાજે લીધી હતી અને વ્યાજના વીસ ચક્ર માં ફસાયો હતો. 11 વ્યક્તિ પાસેથી 31.80 લાખની રકમ વ્યાજે લીધી હતી જે તમામ સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. ચૂકવી ચૂકવી ચુકવી

Advertisement

આ અંગે બાબરા તાલુકાના કોટડાપીઠા ગામના વતની અને હાલ સુરત રહેતા મેહુલભાઈ ઉર્ફે કાળુભાઈ કાનજીભાઈ રાદડિયા નામના 32 વર્ષના રત્ના કલાકાર યુવાને નોંધાવેલી  ફરિયાદમા ભરતભાઇ બાપલુભાઇ પટગીર 3. 10 લાખ,

નાથાભાઇ રબારી, કીરીટભાઇ બોરીચા રૂ. 2.50 લાખ,પ્રતાપભાઇ ભનુભાઇ વાળારૂ.1 લાખ,દીપભાઇ મનાભાઇ પટગીર 3 લાખ,અમકુભાઇ સુરીગભાઇ બોરીચા રૂ. 1.50 લાખ, દીપભાઇ બાપલુભાઇ પટગીર 1.50 લાખ,મીતુભાઇ અનકભાઇ પટગીર રૂ. 50 હજાર,ભરતભાઇ અમરુભાઇ બસીયા રૂ. 1.50 લાખ,મંગળુભાઇ જીવાભાઇ ધાધલ2 લાખ,પ્રતાપભાઈ ગભૃભાઈ  7.30 લાખ ,રાજેન્દ્રભાઇ સુરેન્દ્રભાઇ વાળા 3 લાખ  વ્યાજે લીધાની ફરિયાદ  નોંધાવી હતી.

આજથી થોડા વર્ષ પૂર્વે 2012માં તેના બહેન હેતલબેનના લગ્ન માટે તેને નાણાંની જરૂરિયાત હોવાથી ગામના ભરતભાઈ બાપલુભાઈ પટગીર પાસેથી રૂ.10 લાખ દર મહિને 10ટકા વ્યાજે લીધા હતા. સતત આઠ વર્ષ સુધી તેને વ્યાજની રકમ ચૂકવી હતી અને પત્નીના ઘરેણા ગીરવે મૂકી ફાઈનાન્સ કંપનીમાંથી ₹7.30 લાખની અને વ્યાજની રકમ ચૂકવી હતીવ્યાજ કરતાં ડબલ રકમ ચૂકવી દીધી હોવા છતાં આરોપી દ્વારા રૂ.10 લાખની અવારનવાર ઉઘરાણી કરવામાં આહતી. આરોપીને વ્યાજ ચૂકવવા અન્ય વ્યક્તિ પાસેથી રૂપિયા 2.50 લાખ પાંચ ટકા વ્યાજે લીધા હતા.

તેનો વ્યાજ ચૂકવવા અન્ય વ્યક્તિ પાસેથી રૂપિયા એક લાખ પાંચ ટકા વ્યાજે લીધા હતા. આ રીતે આરોપીઓના વ્યાજની રકમ ચૂકવવા માટે અલગ અલગ વ્યક્તિઓ પાસેથી અલગ અલગ મળીને કુલ 31 લાખ 80 હજારની રકમ વ્યાજે લીધી હતી. એક આરોપી પાસે પોતાનું 23 તોલા સોનું પણ ગીરવે રાખ્યું હતું. મુદ્દલ કરતા  વધારે વ્યાજની રકમ ચૂકવી દીધી હોવા છતાં આરોપી દ્વારા ધમકી આપી પઠાણી ઉઘરાણી કરતા હોવાની ફરિયાદ નોંધાવી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.