Abtak Media Google News

‘મારા મિત્રને કેમ પકડ્યો’ કહી જંકશન પોલીસ ચોકીમાં ધમાલ કરતા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી

રાજકોટ શહેરમાં લુખ્ખાઓ બેફામ બન્યા છે. ત્યારે ગત રાત્રે શહેરના જંકશન પોલીસ ચોકી પાસે પોલીસ દ્વારા વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું. તે દરમિયાન એક શખ્સ પાસેથી દારૂની બોટલ મળી આવતા તેના વિરૂદ્ધ કાર્યવાહી કરતા તેનો મિત્ર લાઈનબોય ચોકી પર ઘસી આવી એ.એસ.આઇ સહિતના પોલીસ સ્ટાફ સાથે ઝપાઝપી કરી ફરજમાં રૃકાવટ કરતા પોલીસ દ્વારા બંને વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે

વિગતો મુજબ પ્ર.નગરના એ.એસ.આઈ અરૂણભાઈ રણમલભાઈ વરૂ દ્વારા નોંધાવેલી ફરીયાદ આરોપીઓમાં લાયનબોય ધવલ દિનેશભાઈ સોસા અને તેનો મિત્ર પ્રતીપાલસિંહ સજુભા ગોહીલનું નામ આપ્યું હતું.જેમાં તેમણે હકીકત જણાવી હતી કે, તે હેડ કોન્સ કલ્પેશસિંહ નારૂભા તથા પો.કોન્સ રસીકભાઈ મોહનભાઇ વગેરે પો.સ્ટાફના માણસો પોત પોતાના ખાનગી વાહનમાં જકેશન ચોકી વિસ્તાર માં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન આસ્થા ચોક નજીક ભગવતી ચોક પાસે ખુલ્લા પ્લોટમાં એક હોન્ડા કંપની વાઈટ કલરની આઈ.ટવેન્ટી ફોરવ્હીલ પડેલ હતી જેને પાછળ નંબર પ્લેટ ન હોય તેમજ કાળા કાચ હોય જેથી તેને ચેક કરતા તે ગાડીની અંદર એક શખ્સ બેસેલ હોય જેને ગાડી માંથી ઉત્તરેલ નામ પુછતા પોતાનું નામ પ્રતીપલસિંહ ગોહીલ રહે.

ક્રિષ્ના પાર્ક રેલનગર રાજકોટવાળાનો હોવાનુ જણાવતો હોય અને અને ગાડીની અંદર ચેક કરતા ભારતીય બનાવટનો વિદેશીની દારુની બોટલ મળી આવેલ હોય જેથી આ જગ્યા એ લાઈટનો પ્રકાશ ન હોય જેથી ત્યાથી સદર હુ ગાડીમાં સાથેના પો.કોન્સ રસીકભાઈ નાઓને બેસાડીને તેને જંકશન ચોકી પર લાવેલ અને અને તેને દારૂ પરમીટ માંગતા નહી હોવાનું જણાવેલ છે જેથી તેના વિરૂદ્ધ દારૂના ગુનાની કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી અને થોડી બાદ ત્યાં ધવલ સોસા નામનો શખ્સ જંકશન પો.ચોકીના દરવાજા પાસે આવેલ અને પો.ચોકીના દરવાજા પાસે ઉભીને મારા મીત્ર પ્રતીપાલસિંહને કેમ ચોકી એ લાવેલ છો કહી બોલાચાલી કરી બંને શખ્સો ઝપાઝપી કરવા લાગી ફરજમાં રૃકાવટ કરી હતી જેથી પોલીસ દ્વારા બંને સામે ફરજ રૂકાવટનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.