Abtak Media Google News

દેવભૂમિ દ્વારકાના જામ ખંભાળીયામાં રહેતા મધ્યમ વર્ગના મુસ્લીમ પરિવારનો પુત્ર પરસેવાની મહેનતથી સારાયે ભારતમાં પહોચ્યો છે.

વિદ્યાર્થી મહમદ હુશેન ખાન યુસુફખાન પઠાણ તાજેતરમાં સી.એસ ફાઉન્ડેશનની પરીક્ષામાં ચારસો ગુણમાંથી ૩૫૭ ગુણ મેળવી ભારતમાં પાંચમાં ક્રમે ઉતિર્ણ થયા છે.

મહમદ હુશેનખાનના પિતાજી યુસુફ ખાન પઠાણને પગમાં ગેંગરીંગની તકલીફ હોય છતા પણ ઓટો રીક્ષા ચલાવી પરિવારના પાંચ સભ્યોની પરવરીશ કરે છે. એટલે આ વિદ્યાર્થી ન પ્રાઈવેટ સ્કુલ કે ટયુશનનો ખર્ચ પરવડે નહિ તે સ્વાભાવિક છે. જેથી આ વિદ્યાર્થી દ્વારા સરકારી સ્કુલ કે હાઈસ્કુલમાં અભ્યાસ કરી કોઈ જાતના ખોટા ખર્ચ વગર જ માત્રને માત્ર મહેનતથી આ સ્થિતિ મેળવી છે. મહમદ હુશેનખાન આગળ ધગશ અને મહેનત છે. પરંતુ આજના ખર્ચાળ શિક્ષણમાં ખર્ચ કરી શકાય એવી અર્થ વ્યવસ્થા ન હોવાથી તેમણે સીએસ ફાઉન્ડેશનના ત્રણ વર્ષનો કોર્ષ કરી સંતોષ માનવો પડે એ મજબુરી છે પરંતુ કોઈપણ સ્ત્રોત મારફતે આગળના અભ્યાસ માટે નાણાંકીય સગવડતા મળે તો તેમણે સીએમાં અવ્વલ ક્રમે ઝળકવાની ઈચ્છા છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.