Abtak Media Google News

બોલેરો કારમાં બેઠેલા શ્રમિકો અને બાળકોના આબાદ બચાવ

મોરબીના નાની વાવડી ગામ પાસે માલ સમાન ભરેલ બોલેરો ગાડી નાલામાં ખાબકી હતી. પરંતુ બોલેરો કારમાં બેઠેલા શ્રમિકો અને તેના બાળકોના બાલ-બાલ બચ્યા હતા. હળવદના દેવળીયાથી મોરબીના બગથળા ગામ જતી વખતે શ્રમિક પરિવારને આ અકસ્માત નડેલ હતો.મોરબીના નાની વાવડી ગામ પાસે આજે બપોરે નાલામાં બોલેરો ગાડી પલ્ટી મારી ગઈ હતી. આ અકસ્માતને પગલે ડ્રાઇવર વાહન ત્યાંજ મૂકીને ફરાર થઈ ગયેલ હતો. આ બનાવને પગલે  ગ્રામજનો ઉમટી પડ્યા હતા. જો કે આ બોલેરો કારમાં શ્રમિક પરિવારના ચાર સભ્યો અને બાળકો હતા. પણ આ અકસ્માતમાં જાનહાની થવા પામેલ નથી. આ શ્રમિક પરિવાર પોતાનો માલ સમાન ભરીને બોલેરો કારમાં હળવદના દેવળીયાથી મોરબીના બગથળા ગામ જઈ રહેલ હતો.ત્યારે અકસ્માત નડેલ હતો.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.