Abtak Media Google News

૬૦૫ હેકટરમાં ફેલાયેલા અભયારણ્યનુંવૈવિઘ્યસભર પક્ષીઓને કારણે ભારતમાં આગવું સ્થાન

પક્ષી પ્રેમીઓ નારાજ ન થતાં. નળ સરોવર સુકાઇ ગયું તો શું થયું ?ખીજડીયા પક્ષી અભ્યારણ્ય આપની રાહ જુએ છે

જુઓ આજે સાંજે ૬:૦૦ કલાકે ‘અબતક’ ચેનલ પર તથા ‘“IAMNEWGUJARATI”‘ ના ફેસબુક પેજ પર લાઇવ

સ્થાનિક પ્રદેશના કાળીકાકણસાર, ગજપાંઉ, કપાસી જેવા તેમજ પુંછગડેરો, નકટો, કુંજ જેવા પક્ષીઓ માણેછે મહેમાનગતિ

અભ્યારણ્ય શબ્દ બે અલગ-અલગ શબ્દો અભય અને અરણ્યની સંધિ દ્વારા બનાવવામાં આવેલ છે. જે અરણ્યમાં ભય ન હોય તેને અભયારણ્ય કહેવામાં આવે છે. જગતમાં ઘણી જગ્યાઓને અભયારણ્ય તરીકે જાહેર કરી સુરક્ષિત કરવામાં આવેલી છે. આ અભયારણ્યોમાં શિકાર કરવાની મનાઈ ફરમાવવામાં આવેલી હોય છે.

તેમજપશુ-પંખીઓને વિહાર કરવાનું યોગ્ય વાતાવરણ મળી રહે તેનું પણ ખાસ ઘ્યાન રાખવામાં આવેછે. જો વાત કરવામાં આવે ગુજરાતની અને તેમાં પણ ખાસ કરીને પક્ષીઓની તો જે રીતે ભારત દેશનું સ્વર્ગ કાશ્મીર છે તેવી જ રીતે પક્ષીઓ માટે ખીજડીયા પક્ષી અભયારણ્ય પણસ્વર્ગ સમાન છે.

04

આ અભયારણ્યમાં ગુજરાત રાજયના સૌરાષ્ટ્ર પ્રદેશના જામનગર ખાતેઆવેલું પક્ષી અભયારણ્ય છે જે આશરે ૬૦૫ હેકટર વિસ્તારમાં ફેલાયેલું છે. અભયારણ્યતેના વૈવિઘ્યસભર પક્ષીઓને કારણે સમગ્ર ભારતમાં આગવું સ્થાન ધરાવે છે.

02 1

ખીજડીયાપક્ષી અભયારણ્યની સ્થાપના ૬ નવેમ્બર ૧૯૮૨ના રોજ કરાઈ હતી. ગુજરાતનું તે સૌથી મોટુપક્ષી અભયારણ્ય છે. તે મુખ્ય બે ભાગમાં વહેંચાયેલું છે જે બંને ભાગો ખારા અને મીઠાપાણી વડે જુદા પડે છે.

વિશ્વમાં આશરે ૮૬૦૦ જાતનાં પક્ષીઓહોવાનો અંદાજ છે. જેમાં ભારતીય ઉપખંડમાં આશરે ૧૨૩૦ જાતના પક્ષીઓ અને તે પૈકી આશરે૪૫૩ જાતના પક્ષીઓ ગુજરાત જોવા મળે છે. જેમાં જામનગર જિલ્લામાં હાલ સુધીમાં ૩૦૪ જેટલી પક્ષીઓની પ્રજાતિઓ નોંધાયેલી છે. ખીજડીયા ખાતેના આ અભિયારણ્યમાં સપ્ટેમ્બરથીએપ્રિલ દરમિયાન બહારથી આવતા પ્રવાસી પક્ષીઓની આશરે ૧૫૦ જાતો શિયાળો ગાળવા માટેઆવતી જોવા મળે છે.

જમીન પર,ઝાડ પર અને પાણીમાં તરતા આમ ત્રણ પ્રકારના માળા પણ અહીંજોવા મળે છે. આ અભયારણ્યમાં સ્થાનિક પ્રદેશનાં કાળી કાંકણસાર, ગજપાઉ, કપાસી, ભગવી, સમળી, ઢોર બગલો, પતરંગો, લીલા પગ તુતવારી, તેતર શાહી ઝુંપસ, કાંણી બગલી દેવ ચકલી,નાની વા બગલી, નીલ જલ મુરઘો સહિતના પક્ષીઓ જોવા મળે છે.

03

જયારે શિયાળો ગાળવા કાળી પુછ ગડેરો, નકટો, કુંજ નાની, મુરઘાબી, ચેતવા, ચંચળ પાન પટ્ટાઈ, સીંગપર, ટીલીયો, પીયાસણ, પટાઈ, કરકરા, દરિયાઈ કિચડીયો સહિતના પક્ષીઓ મહેમાનગતિ માણવા આવે છે. પક્ષી દર્શન તેમજપક્ષીવિદ માટે ખીજડીયા પક્ષીઅભયારણ્ય એક સ્વર્ગ બની રહે છે.

દર વર્ષે શિયાળા દરમિયાન ખીજડીયા પક્ષી અભયારણ્ય ખાતે શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સરકાર તથા વન વિભાગ દ્વારા પ્રકૃતિ શિક્ષણ શિબિર પણ યોજવામાં આવે છે. જેમાં મોટી સંખ્યામાં શાળા તથા કોલેજોનાબાળકોભાગ લે છે.

આ શિબિરો દ્વારા સરકાર તથા વન વિભાગ બાળકોમાં પ્રકૃતિ પ્રત્યેસદભાવના જળવાય તેમનામાં પ્રકૃતિ પ્રત્યે આદર તથા પ્રેમની લાગણી જન્મે તથા આ બાળકોતેમનું જતા કરે તેવો ઉદેશ રહેલો છે. બાળકો પણ અહીં આવી પ્રકૃતિને માણી આનંદ લે છે વિવિધ પક્ષી દર્શન પ્રકૃતિમાં જીવન કેવું છે તે અલભય લ્હાવો લે છે. પક્ષી ઓના સ્વર્ગ સમાન ખીજડીયા પક્ષી અભ્યારણ્યનું જીવંત પ્રસારણ ‘અબતક’ ચેનલમાં આજે સાંજે ૬:૦૦ વાગ્યે પ્રસારિત થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.