Abtak Media Google News

35 રમતવીરોને અપાશે અર્જુન એવોર્ડ: 13મીએ રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ એનાયત કરાશે!!

અબતક, નવી દિલ્લી

Advertisement

ઓલિમ્પિક બ્રોન્ઝ-મેડલ વિજેતા ભારતીય પુરૂષ હોકી ટીમના કેપ્ટન મનપ્રીત સિંહને મંગળવારે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર વિજેતાઓની યાદીમાં સામેલ કરવામાં આવ્યો છે અને આ વર્ષે દેશના સર્વોચ્ચ રમત પુરસ્કારની સંખ્યા 12 થઈ ગઈ છે. એવોર્ડ સમારોહ 13 નવેમ્બરે રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાશે.

મનપ્રીતના નામની અગાઉ અર્જુન એવોર્ડ માટે ભલામણ કરવામાં આવી હતી પરંતુ હવે તે ખેલ રત્ન પ્રાપ્તકર્તાઓની યાદીમાં બીજા હોકી ખેલાડી તરીકે અનુભવી ગોલકીપર પીઆર શ્રીજેશ સાથે જોડાયો છે.  ખેલ રત્ન મેળવનાર અન્ય ખેલાડીઓમાં ઓલિમ્પિક ચેમ્પિયન નીરજ ચોપરા અને ઓલિમ્પિક સિલ્વર મેડલ વિજેતા કુસ્તીબાજ રવિ દહિયાનો સમાવેશ થાય છે. ક્રિકેટર શિખર ધવન ગેમજ મહિલા ક્રિકેટર મિતાલી રાજને પણ ખેલ રત્ન એવોર્ડ માટે પસંદ કરવામાં આવી છે.

મોટાભાગના અર્જુન પુરસ્કાર વિજેતાઓ પેરાલિમ્પિક ગેમ્સમાં સિલ્વર મેડલ વિજેતા છે. જેમાં ક્રિકેટર શિખર ધવનનો પણ સમાવેશ થાય છે.  રમતગમત મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારતના રાષ્ટ્રપતિ 13 નવેમ્બર, 2021 ના રોજ સાંજે 4:30 વાગ્યાથી રાષ્ટ્રપતિ ભવનના દરબાર હોલમાં વિશેષ રીતે આયોજિત સમારોહમાં એવોર્ડ વિજેતાઓને પુરસ્કાર પ્રદાન કરશે.

મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ વિજેતા ખેલાડીઓની યાદીમાં નીચેના રમતવીરોનો સમાવેશ થાય છે. નીરજ ચોપરા (એથ્લેટિક્સ), રવિ કુમાર (કુસ્તી), લવલીના બોર્ગોહેન (બોક્સિંગ), પીઆર શ્રીજેશ (હોકી), અવની લેખા (પેરા શૂટિંગ), સુમિત એન્ટિલ (પેરા એથ્લેટિક્સ), પ્રમોદ ભગત (પેરા બેડમિન્ટન) ), કૃષ્ણા નગર (પેરા બેડમિન્ટન), મનીષ નરવાલ (પેરા શૂટિંગ), મિતાલી રાજ (ક્રિકેટ), સુનીલ છેત્રી (ફૂટબોલ), મનપ્રીત સિંઘ (હોકી).

જ્યારે અર્જુન એવોર્ડ માટે પસંદગી પામનાર ખેલાડીઓ અરપિન્દર સિંહ (એથ્લેટિક્સ), સિમરનજીત કૌર (બોક્સિંગ), શિખર ધવન (ક્રિકેટ), સીએ ભવાની દેવી (ફેન્સિંગ), મોનિકા (હોકી), વંદના કટારિયા (હોકી), સંદીપ નરવાલ (કબડ્ડી), હિમાની ઉત્તમ પરબ (મલ્લખામ્બ) ) ), અભિષેક વર્મા (શૂટીંગ), અંકિતા રૈના (ટેનિસ), દીપક પુનિયા (કુસ્તી), દિલપ્રીત સિંહ (હોકી), હરમનપ્રીત સિંહ (હોકી), રુપિન્દર પાલ સિંહ (હોકી), સુરેન્દ્ર કુમાર (હોકી), અમિત રોહિદાસ (હોકી) ), બિરેન્દર લાકરા (હોકી), સુમિત (હોકી), નીલકાંત શર્મા (હોકી), હાર્દિક સિંહ (હોકી), વિવેક સાગર પ્રસાદ (હોકી), ગુરજંત સિંહ (હોકી), મનદીપ સિંહ (હોકી), શમશેર સિંહ (હોકી) , લલિત કુમાર ઉપાધ્યાય (હોકી), વરુણ કુમાર (હોકી), સિમરનજીત સિંહ (હોકી), યોગેશ કથુનિયા (પેરા એથ્લેટિક્સ), નિષાદ કુમાર (પેરા એથ્લેટિક્સ), પ્રવીણ કુમાર (પેરા એથ્લેટિક્સ), સુહાશ યતિરાજ (પેરા બેડમિન્ટન), સિંઘરાજ અધના. (પેરા એથ્લેટિક્સ) પેરા શૂટિંગ), ભાવના પટેલ (પેરા ટેબલ ટેનિસ), હરવિંદર સિંઘ (પેરા તીરંદાજી) અને શરદ કુમાર (પેરા એથ્લેટિક્સ)નો સમાવેશ કરાયાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.