Abtak Media Google News

દેશના અર્થતંત્રને પાંચ ટ્રીલીયન અમેરિકન ડોલરનું કદ આપવાના રોડમેપ પર આગળ વધી રહેલી કવાયતમાં હવે દરેક ક્ષેત્રમાં ગુણવત્તાલક્ષી ઉત્પાદન વધારવાની દિશા પર ભાર મુકવામાં આવી રહ્યો છે.

Advertisement

ઔદ્યોગીક ઉત્પાદનની સાથે સાથે કૃષિ ઉત્પાદન અને ઘરેલું ઉત્પાદન દર વધારીને દેશની આયાત-જરૂરિયાતો સામે ઘરેલું ઉત્પાદનની અવેજીથી કામ ચલાવીને નિકાસ ક્ષેત્રને વધુ મજબૂત કરવાની રણનીતિ પર આગળ વધી રહેલા અર્થતંત્રને વધુ સુદ્રઢ બનાવવા માટે હવે દરેક ક્ષેત્રમાં ગુણવત્તાલક્ષી ઉત્પાદન વૃદ્ધિની આવશ્યકતા ઉભી થઈ છે.

દરેક ક્ષેત્રમાં કૌશલ્યવાન કામદારો દ્વારા ગુણવત્તાલક્ષી ઉત્પાદનની આવતા દિવસની આવશ્યકતા પર હવે ભાર મુકવામાં આવી રહ્યો છે. દરેક ક્ષેત્રમાં કામદારો વધુ અને સારૂ કામ કરે તે માટે સરકારે પ્રથમ વખત બેસ્ટ પરર્ફોમન્સ એલાઉન્સ આપવાનો નવો સીરસ્તો ચાલુ કરી રહી છે.

બેસ્ટ પરર્ફોમન્સને પ્રોત્સાહન કરી કામે પુત્ર વ્હાલાની ઉક્તિને વ્યવહારુ બનાવી ઉત્પાદનની વૃદ્ધિની સાથે સાથે ગુણવત્તા વધારી વૈશ્ર્વિક હરિફાઈમાં ભારતનું નિકાસ ક્ષેત્ર સબળ બને તે માટે લાંબાગાળાના લાભપ્રદ બેસ્ટ પરર્ફોમન્સ એલાઉન્સથી ઔદ્યોગીક ઉત્પાદન અને ગુણવત્તા વધારવાની સાથે સાથે કૃષિ ક્ષેત્રમાં પણ ઉત્પાદનમાં કોન્ટીટી સાથે સાથે ક્વોલીટીની સુધારણા પણ અનિવાર્ય બની છે. વૈશ્ર્વિક વેપાર-હરીફાઈ અને સ્પર્ધાત્મક યુગમાં કૃષિ ક્ષેત્રનું ખુબ મોટું યોગદાન રહ્યું છે ત્યારે ઘઉં, કપાસ, તેલીબીયા, કઠોળ, ફળ-ફળાદીથી લઈને શાકભાજી સહિતના દરેક કૃષિ ઉત્પાદનોની કોન્ટીટીની સાથે સાથે ક્વોલીટીના સુધાર માટેના પ્રયત્નો ફળદાયી બનાવવા જરૂરી છે.

કૃષિ ક્ષેત્રનો અર્થતંત્રમાં ખુબ મોટુ યોગદાન રહ્યું છે ત્યારે ગુણવત્તાલક્ષી ઉત્પાદન થકી દેશની કૃષિ નિકાસમાં પણ સારો એવો ફાયદો મળી રહે તેમ છે. તાજેતરમાં જ શ્રમ અને રોજગાર મંત્રાલયે વેરીએબલ ડિયરનેસ એલાઉન્સ એટલે કે, પરર્ફોમન્સ આધારિત પ્રોત્સાહનનું વધારાનું ભથ્થુ આપવાનું આયોજન કર્યું છે.

રેલવે, ખાણ, ઉર્જા, બંદર અને અન્ય સક્રિય સર્વિસ સેકટરના 1.5 લાખ જેટલા કામદારોને પરર્ફોમન્સ આધારિત એલાઉન્સ એટલે કે સારૂ કામ કરવાવાળાને પ્રોત્સાહન આપવાની સરકારની આ નીતિથી ઉત્પાદનની ગુણવત્તામાં સુધારો આવશે. કેન્દ્ર સરકારે સૌપ્રથમવાર હવે વેરીએબલ ડિયરનેશ એલાઉન્સ એટલે કે, બેસ્ટ પરર્ફોમન્સનું વધારાનું ભથ્થુ આપવાનું સરકારનું પ્રયોજન ઔદ્યોગીક ઉત્પાદન, વૃદ્ધિની સાથે સાથે ગુણવત્તામાં પણ સુધારો લાવશે. ભારતના અર્થતંત્રને પાંચ ટ્રીલીયન અમેરિકન ડોલર સુધી પહોંચાડવાના લક્ષ્યની આ કવાયત જો સંપૂર્ણપણે અમલીય બનશે તો પાંચ ટ્રીલીયન ડોલરનું લક્ષ્યાંક પ્રથમ ચરણ બનીને 10 ગણુ વિરાટ કદ અર્થતંત્ર લઈ લેશે તેમાં બે મત નથી. બેસ્ટ પરર્ફોમન્સ એલાઉન્સની પહેલથી ઉત્પાદન વૃદ્ધિની સાથે સાથે ગુણવત્તામાં સુધારો આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.