Abtak Media Google News

બે એજન્સીઓ દ્વારા સરકારને ખંખેરી ખિસ્સા ભર્યાની ચર્ચા

અમરેલી તાલુકાના ખીજડીયા જંક્શનથી ચિત્તલ પાંચ કિલોમીટરનો નાળા સહિતનો રોડ આજથી લગભગ 2019 થી 2021 સુધીમાં એટલેકે 3.5 વર્ષ પહેલા બન્યો હતો જેમાં બે તબક્કામાં અલગ અલગ બે એજન્સીઓ દ્વારા આં કામ પૂરું કરવામાં આવ્યું હતું પરંતુ ગ્રામ જનોના કહેવા પ્રમાણે વાત કરીએ તો રોડ બન્યાંને બે વર્ષમાં જ સી.સી રોડ ધોવાઈ ગયો હતો સાથે સાથે સેફ્ટી દીવાલ અને ખીજડીયા પાસે નદી ઉપર બનાવેલો પુલ પણ લૂણો ખાઈ ગયો હોય તેમ ખરવા લાગ્યો છે જાણે પુલ પચાસ વર્ષ જૂનો હોય આગળ વાત કરીએ તો સીસી રોડ ની નીચે જાણે મોટી ગુફાઓ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે રોડ ની નીચેથી માટીજ ગાયબ થઈ ગઈ છે રોડ પણ કેટલીક જગ્યાએ મોટી તિરાડો પડી ગઈ છે ડામર રોડ કેટલીક જગ્યાએ બેસી ગયો છે ઉખડી ગયો છે જેને લઇ ખીજડીયા ગ્રામજનો એ તા.10/10/2022 ના રોજ લેખિત રજૂઆત કરી હતી તેમજ જિલ્લા પંચાયતના પ્રમુખ, તાલુકા પંચાયતના પ્રમુખ દ્વારા પણ આ વિશે કલેકટર કચેરી એ અને જિલ્લા પંચાયત ઇજનેર માર્ગ અને મકાન પેટા વિભાગ ને પત્ર લખી યોગ્ય કરવા ભલામણ સાથે જાણ કરી હતી જેને આજે એક વર્ષ પૂરું થવા આવ્યું છે છતાં પણ પરિસ્થિતિ જેમને તેમ છે તો શું એજન્સીઓને કોઈનો ડર નથી ?

શું સરકારી બાબુઓની મિલી ભગત છે ? જો આવું નાહોય તો રજૂઆત કર્યાને દસ દસ મહિના થવા છતાં એજન્સીના જે અધિકારીઓ ના પેટના પાણી પણ કેમ હાલતા નથી લોકોની સવલતો મળી રહે તેવા હેતુ થી સરકાર કરોડો રૂપિયા વાપરે છે છતાં પણ જૂની પરિસ્થિતિ અપનાવવા મજબૂર છે ,જેના કારણે ખીજડીયા ગામના લોકો હાલાકીનો સામનો કરવા મજબૂર છે એક બાજુ સરકાર ગામડાઓને શહેરો સાથે જોડવા માટે કરોડો રૂપિયા ખર્ચી યોજનાઓ ચલાવી રહીછે ત્યારે આવી ભ્રષ્ટ એજન્સીઓ તેનો ગેરલાભ ઉઠાવી મનફાવે તેવી કામ કરી સરકારના અને લોકોના કરોડો રૂપિયા ગળી જાય છે અને પછી લોકો તે હંમેશા સહન કરતા રહે છે ત્યારે આવા કામમાં સાથ આપતા કેટલાક સરકારી બાબુઓ કે જે કોઈ પણ જાતની કામની ગુણવત્તા જોયા વિના જ કરોડો રૂપિયાના બોલો પાસ કરી આપેછે આવા અધિકારીઓ સામે તપાસ થવી જોઈએ અને જો દોશી જણાય તો કડકમાં કડક ઉદાહરણ રૂપ સજા કરવી જોઈએ સાથે સાથે આવી એજન્સીઓ પણ બ્લેક લીસ્ટ કરી સમાજમાં દાખલા રૂપ કાર્યવાહી કરવી જોઈએ તેવી ખીજડીયા ગામ લોકોની માંગ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.