Abtak Media Google News

અધિક જિલ્લા મેજીસ્ટ્રેટે કોવિડની નવી ગાઈડલાઈન મુજબ જાહેરનામુ બહાર પાડયું

નવરાત્રિ દરમિયાન રાત્રિના 12 કલાક સુધી શેરી, સોસાયટી, ફ્લેટમાં 400 વ્યક્તિઓની મર્યાદામાં ગરબાનું આયોજન કરી શકાશે સમગ્ર દેશમાં કોવિડ -19 ના સંક્રમણ અન્વયે કેન્દ્રીય ગૃહ મંત્રાલયના માર્ગદર્શનને ધ્યાને લેતા રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા કોરોના સંક્રમણને અટકાવવા કેટલાક નિયંત્રણો મુકવામાં આવેલ છે. જે અંતર્ગત અમરેલી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીએ તા. 10 ઓક્ટોબર, 2021ના સવારના 6-00 કલાક સુધી કેટલીક સૂચનાઓની ચૂસ્ત પણે અમલવારી કરવા સારૂ એક જાહેરનામું પ્રસિધ્ધ કરેલ છે.

આ જાહેરનામા અન્વયે અમરેલી જિલ્લામાં તમામ દુકાનો, વાણિજ્યક સંસ્થાઓ, લારી  ગલ્લાઓ, શોપિંગ કોમ્પ્લેક્સ, મોર્કેટીંગ યાર્ડ, હેર કટીંગ સલૂન, બ્યુટી પાર્લર, રેસ્ટોરેન્ટસ, અઠવાડિક ગુજરી  બજાર  હાટ તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિઓ, 75 ટકાની ક્ષમતા સાથે જીમ, જાહેર બાગ  બગીચાઓ રાત્રીના 10-00 કલાક સુધી જાહેર જનતા માટે કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની શરતે નિયત એસ.ઓ.પી.ને આધિન ચાલુ રાખી શકાશે.

આ સમયગાળા દરમ્યાન લગ્ન માટે ખુલ્લા અથવા બંધ સ્થળોએ મહત્તમ 400 વ્યક્તિઓની મંજૂરી રહેશે તેમજ લગ્ન માટે ડીજીટલ ગુજરાત પર નોંધણીની જોગવાઈ યથાવત રહે છે અને અંતિમવિધી  દફનક્રિયા માટે મહત્તમ 100 વ્યક્તિઓની મંજુરી રહેશે. તમામ પ્રકારના રાજકીય, સામાજીક, ધાર્મિક, સાંસ્કૃતિક કાર્યક્રમો જગ્યાની ક્ષમતાના 50 ટકા (મહત્તમ 400 વ્યક્તિઓની મર્યાદામાં) કોરોના ગાઈડલાઈનના પાલન કરવાની શરતે નિયત એસ.ઓ.પી.ને આધીન યોજી શકાશે, ધો-9થી પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્ષ સુધીના કોચીંગ સેન્ટરો  ટ્યુશન ક્લાસીસ તેમજ તમામ સ્પર્ધાત્મક  ભરતી અંગેની પરીક્ષાઓ માટેના કોચિંગ સેન્ટરો સ્થળની ક્ષમતાના મહત્તમ 50 ટકા વિદ્યાર્થીઓ સાથે બેંચવાઈઝ અને શૈક્ષણિક સંસ્થાઓ શિક્ષણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી સૂચનાઓને આધીન તથા શાળા, કોલેજ અને અન્ય સંસ્થાઓની પ્રવેશ પરીક્ષાઓ તેમજ સ્પર્ધાત્મક  ભરતી અંગેની પરીક્ષાઓ કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની શરતે નિયત એસ.ઓ.પી.ને આધિન ચાલુ  રાખી શકાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.