Abtak Media Google News

આગેવાનો ‘અબતક’ની મુલાકાતે

રાજકોટ જીલ્લાના ચોમાસાની અનિયમિતતાને કારણે અવાન નવાર કૃષિપાકો નિષ્ફળ જાય છે. લોકોને ખેતી ઉપરાંત લોકોને પીવાનું પાણી પશુ-પક્ષી માટે તથા વનસ્પતિ માટે પાણીની સમસ્યા દર વર્ષે ખુબ જ ગંભીર રહે છે. જેને લઇને સમગ્ર જીવસૃષ્ટિ માટે એક ગંભીર સમસ્યાનો ખતરો ઉભો થઇ રહ્યોછે. અને સાથો સાથ સરકારને પણ પીવાના પાણી ધાસચારો અને ખેતી પાક માટે લોકો દ્વારા ભરાતા વેરામાંથી વિવિધ સહાય રુપે ઘણો બધો ખર્ચ કરવો પડે છે.

પાણીની સમસ્યાથી ઉભી થતી પારવાર વિકટ મુશ્કેલીઓ નિવારવા માટેનું માત્ર ઉત્તમ સાધન હોય તો તે જળ સંગ્રહની વ્યવસ્થા અને આજે તે વ્યવસ્થા માટે વરસાદનું જે કોઇ પાણી મળે તેનો આપણે અસરકારક સંગ્રહ કરવો ખુબ જ આવશ્યક થઇ ગયું છે.

ભારતીય કિશાન સંધે ગત વર્ષ ત્રણ હજાર ચેકડેમો તળાવો રીપેર કરવા માટે તથા તેમને ઊંડા બનાવવા માટે અને નવા બનાવવા માટે સર્વ કરેલ હતો અને આ સરકારમાં દરખાસ્ત કરવામાં આવેલ હતી જેની સામે અંદાજે ૧પ ટકા જેટલું નજીવું કામ થયેલ છે.

સામાજીક ધાર્મિક, કુટુંબીક તથા વ્યવહારિક જેવા પ્રસંગો કે લગ્ન પ્રસંગ નો ખર્ચ જન્મદિવસની ઉજવણી તથા ડાયરાઓ વગેરેમાં ખુબ જ અઢળક ખર્ચાઓ થતા હોય છે. આ ખર્ચાઓ અગર સીમીત કરી દેવામાં આવે અને તેની જગ્યાએ ચેકડેમ માં ખર્ચ કરીને ઉજવણી કરવામાં આવે તો જળ સંગ્રહની એક યોગ્ય વ્યવસ્થા ઉભી કરવાથી સમગ્ર જીવસૃષ્ટિને તથા આગામી ભવિષ્યને ઉત્તમ એવું કલ્યાણકારી કામ થશે અને અકલ્પનીય પુણ્ય મળશે અને આપનું યોગદાન આગામી ભવિષ્યની સ્મૃતિ બનશે જળસંગ્રહના અભિયાનમાં જીલ્લાના બધા જ ખેડુતો સહીત સ્વયં પ્રજાજનો જોડાયા અને ફુલ નહી તો ફુલની પાંખડી એવું કહી શકાય એવું યોગદાન અને સમર્થન આપે તેવી કિશાન સંઘે સર્વેએ અપીલ કરી છે.

આ માટે દીલીપભાઇ સખીયા મો. નં. ૯૪૨૭૨ ૦૭૮૬૮ નો સંપર્ક કરવો વધુમાં વધુ લોકો આ અભિયાનમાં જોડાઇ તે માટે સંઘના આગેવાનોએ ‘અબતક’ની મુલાકાત લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.