Abtak Media Google News

ઇવેન્ટનું કેબીનેટ મંત્રી જયેશ રાદડીયાના હસ્તે ઉદધાટન આર.જે. જય સાકરીયા, ગુજુ નખરાળી પતંગ પ્રેમીઓને ધેલું લગાડશે: આયોજકો અબતકની શુભેચ્છા મુલાકાતે

રાજકોટમાં સૌ પ્રથમ વખત અનાથ બાળકોના લાભાર્થે ક્રાઇટ ફેસ્ટીવલ નું સીતારામ ગ્રુપ મોવડી દ્વારા આયોજન કરાયું છે.

આગામી ૧૪તારીખ એટલે મકરસંક્રાંતિનું પર્વ અને આ દિવસે પતંગની સાથે સાથે દાન કરવાનો પણ દિવસ હોઇ છે સૌ લોકો એમના યથાયોગ્ય મુજબ દાન કરે છે ને આમ લોકો મકરસંક્રાંતિ ના પર્વની ઉજવણી કરે છે. પરંતુ રાજકોટ મોવડી ના યુવાનોને એક નવીનતમ જ વિચાર આવ્યો કે આ મકરસંક્રાંતિની ઉજવણી આનંદ અને હર્ષોલ્લાસ સાથે તો કરવી જ સાથે સાથે ગરીબ અનાથ બાળકો માટે પણ કંઇક કરવું એ વિષય ના હાર્દને સાકાર કરવા સીતારામ ગ્રુપના યુવાનોએ (કાઇટ ફેસ્ટીવલ નું આયોજન કરી અને એ ઇવેન્ટમાં જે પણ આવક થાય તે આવક ને અનાથ આશ્રમમાં મોકલવા સંકપ કર્યો છે.

આ ઇવેન્ટ કાલે સવારે ૯ કલાકથી લઇ સાંજના ૬ સુધી યોજાશે. આ ઇવેન્ટમાં ડી.જે. વિથ ડાન્સનું આકર્ષણ હશે તો દરેકને પતંગ તથા ફીરકી આપવામાં આવશે. સાથે બપોરે ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે આ ફેસ્ટીવલનું ઉદધાટન કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાના હસ્તે કરવામાં આવશે. અને સાથે આ ઇવેન્ટમાં ક્રિસી ઠકક અને માય એફ એમ ના આર જે સાકરીયા તથા સ્મિત સોજીત્રા એન્કર તરીકે સેવા આપશે. તો ખુંટ ચિંતન, જય ટોકસી અને પટેલ નીર અને ઇન્સટાગ્રામ ને ધેલું કરનાર ગુજુ નખરાળી પણ આ ઇવેન્ટ માં આવશે. આ ઇવેન્ટ માં ભાગ લેવા ઇચ્છતા લોકો મો.નં. ૭૮૭૮૭ ૭૪૪૧૧ અને ૮૧૫૪૮ ૪૩૮૫૬ પર સંપક કરી શકશે. ઇવેન્ટ બાલાજી પાર્ટી પ્લોટ દેશી ધમાલની બાજુમાં પાળ રોડ, મોવડી ખાતે યોજાશે. ઇવેન્ટ ને સફળ બનાવવા મૌલીક સોરઠીયા, એલવીશ સોરઠીયા અને વિવેકભાઇએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.