Abtak Media Google News

લાંબા સમયથી ખરાબ ફોર્મમાં ચાલી રહેલી આરસીબીએ બીજી વખત જીત હાંસલ કરી

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકતા નાઈટ રાઈડર્સ વચ્ચે આઈપીએલની ૩૫મી મેચ ચાલી રહી છે ત્યારે લાંબા સમયથી ખરાબ ફોમમાં ચાલી રહેલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર આ વખતે લઈમાં જોવા મળી હતી. ટોસ જીતીને ફિલ્ડીંગની પસંદગી કરી હતી. રોમાંચક મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે કેકેઆરને ૧૦ રને હરાવી દીધું હતું.

રોયલ ચેલેન્જર્સે વિરાટ કોહલીની સદીની મદદથી ૨૧૩ રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેને પુરો કરવા ઉતરેલી કેકેઆરની ટીમ ૫ વિકેટે માત્ર ૨૦૩ રન જ બનાવી શકી અને આખરે રોયલ ચેલેન્જર્સ બેંગલોરનો ૧૦ રને વિજય થયો હતો. પુરી સિઝન દરમિયાન ખરાબ ફોમમાં ચાલી રહેલ રોયલ ચેલેન્જર્સની ટીમ ૭ મેચ હાર્યા બાદ પ્લે ઓફની રેસમાં જોવા મળી હતી.A70I8786

બીજી તરફ કેકેઆરની ટીમ પણ ૩ મેચ હારતા દબાણમાં આવી છઠ્ઠા ક્રમે પહોંચી હતી. ૨૧૩ રનના પડકારનો સામનો કરવા ઉતરેલ કેકેઆરની ટીમનું પ્રદર્શન શરૂઆતથી જ નબળું રહ્યું હતું. નરેન અને લીન ૨૪ રનમાં જ પેવેલિયન ભેગા થયા હતા. તો શુભમન ગીલ અને ઉથપ્પાએ પણ કોઈ ખાસ કમાલ કર્યો ન હતો. ત્યારબાદ નિતીશ રાણા અને રસેલે કેકેઆરની બાજી સંભાળી રસેલે ૨૫ બોલમાં ૬૫ અને નિતીશ રાણાએ ૪૬ બોલમાં ૮૫ રન ફટકાર્યા હતા. જોકે તેમની લડાયક ઈનિંગ એળે ગઈ હતી.

આઈપીએલમાં વિરાટની પાંચમી સદી: સૌથી વધુ રન બનાવનાર ખેલાડીમાં પ્રથમ ક્રમાંકે

ઈડન ગાર્ડન ખાતે યોજાયેલ આઈપીએલની મેચમાં વિરાટ કોહલીએ કેરીયરની આઈપીએલની પાંચમી સદી ફટકારી હતી. આ સાથે જ કોહલીએ કોલકતાના બોલર્સની ધોલાઈ કરતા ધીમી શરૂઆત છતાં નાઈટ રાઈડર્સ સામે ૨૧૩ રન બનાવી દીધા હતા. કોહલીએ ૫૮ બોલમાં ૧૦૦ રન ખડકી દેતા તેમાં ૯ ચોગ્ગા અને ૯ છગ્ગાનો સમાવેશ થાય છે. મોઈન અલીએ માત્ર ૨૮ બોલમાં ૫ ચોગ્ગા અને ૬ છગ્ગાની મદદથી ૬૬ રન બનાવ્યા. હવે વિરાટ કોહલી સૌથી વધુ સદી ફટકારનાર ખેલાડીઓના લીસ્ટમાં બીજા નંબરે આવી ચુકયો છે.

આઈપીએલમાં સૌથી વધુ સદી ફટકારનારનો રેકોર્ડ વેસ્ટ ઈન્ડિઝના વિસ્ફોટક બેટસમેન ક્રિસ ગેલના નામે છે. જયારે સેન વોટસન અને ડેવીડ વોર્નરના નામે ચાર-ચાર સદી છે. ઉલ્લેખનીય છે કે, કોહલી આઈપીએલના ઈતિહાસમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓમાં પ્રથમ ક્રમે પહોંચી ગયો છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.