Abtak Media Google News

કોડીનાર બાયપાસ પાસેથી  ગત: મંગળવારે સવારના અરસામાં કોડીનારના પ્રતિષિતઠ રઘુવંશી સમાજના અગ્રણી વેપારી  લાડકી પુત્રી વિમાંશીની તીક્ષણ હથિયારના ૩૬થી ૩૭ ઘા ઝીંકી  કુર હત્યા કરવામાં આવી અને નરાધમો  લાશને કોડીનાર ઉના બાયપાસ ઉપર રઝળતી મુકી પલાયન થયા પરંતુ કોડીનારની પોલીસની સતર્કતા અને સકિયાતથી ઉંડાણ પૂર્વકની તપાસ હાથ ધરી ગણતરીના કલાકોમા કલંકીત અને સમગ્ર સમાજ તથા સમગ્ર પ્રજાજનો ને હચમચાવતી ધટના નો ભેદ ઉકેલી નાખવામા આવ્યો જેમા આ ધટના ને અંજામ આપનાર ૨૨ વર્ષના યુવાન કશ્યપ વિજય પુરોહિત અને તેમના પિતા વિજય પુરોહિતની પોલીસે ધરપકડ કરી લીધી હતી સાથે એક સ્ત્રી યુવતી નામે ધરતી જય પ્રકાશની પણ ધરપકડ કરી ત્રણેય નરાધમોને જેલ હવાલે કરવામા આવ્યા છે

Advertisement

કોડીનારની સગીરાના મોતના કરુણ બનાવથી સૌરાષ્ટ્રના રઘુવંશી સમાજમા તથા તમામ પ્રજાજનોમા શોકની લાગણી પ્રસરી છે અને ગત તા: ૬-૧૧-૨૦૧૮ની ધટના ને અંજામ આપનાર કુર હત્યારાઓને કડકમા કડક સજા થાય તે માટે સમગ્ર રઘુવંશી સમાજના નામાંકિત અગ્રણીઓ અને પદાધિકારીઓએ વિશાળ રેલી કાઢી આવેદન પણ આપેલુ તો ગત શુક્રવારના રોજ  કોડીનાર શહેર અને તાલુકાની તમામ જ્ઞાતીના પ્રજાજનો અગ્રણી પ્રતિનિધીઓએ વિશાળ રેલીના સ્વરુપમા પોલીસ સ્ટેશનના અધિકારી અને કોડીનાર તાલુકા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામા આવ્યુ હતું

કંપારી છોડાવી દે તેવી અને સમાજ ને હચમચાવતી આ ધટનાથી પ્રજાજનો નરાધમો ઉપર તિવ્ર આક્રોશ અને ફિટકાર વરસાવી રહ્યા છે અને સમગ્ર રહસ્યમય ધટનાનો ભેદ ઉકેલવા માટે પોલીસ અધિકારીઓ દિવસ-રાત એક કરી ને મોટા રેકેટનો પરદાફાસ કરશે તેવી સરાહનીય કામગીરી કરી રહ્યા છે અને નજીકના દિવસોમાં જે આ સમગ્ર પ્રકરણમા સંડોવાયેલા અન્ય ગુન્હેગારોની ધરપકડના ભણકારા વાગી રહ્યા છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.