Abtak Media Google News

આગામી સમયમાં વિધાનસભા ચૂંટણી યોજાનાર છે તેને અનુલક્ષી વિધાનસભા સામાન્ય ચૂંટણીનું સુચારૂ અને સુવ્યવસ્થિત રીતે આયોજન થાય તે માટે ગીર સોમનાથ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર  રાજદેવસિંહ ગોહિલના અધ્યક્ષસ્થાને પ્રાંત કચેરી, વેરાવળ ખાતે સમીક્ષા બેઠક યોજાઈ.

આ બેઠકમાં ચૂંટણી શાંતિપૂર્ણ અને પારદર્શક તેમજ વ્યવસ્થિત રીતે યોજાય તે અંગે નોડલ ઓફિસરઓને મહત્વની સૂચનાઓ આપી માર્ગદર્શિત કરાયા હતાં ઉલ્લેખનીય છે કે, ચૂંટણીની કામગીરી પારદર્શક, સરળતાપૂર્વક અને અસરકારક રીતે પાર પડે તે માટે જિલ્લાના વર્ગ-1 અને વર્ગ-2 કક્ષાના અધિકારીઓની નોડલ/સહનોડલ અધિકારી તરીકે નિમણૂંક કરવામાં આવી છે. આ અધિકારીઓ સાથેની સમીક્ષા બેઠકમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી   તુષાર.કે.જાનીએ વિવિધ નોડલ અધિકારીશ્રીઓ સાથે ચૂંટણી અંગે પરામર્શ કરી મહત્વના મુદ્દે માર્ગદર્શન આપ્યું હતું.

આ બેઠકમાં સરકારના વિવિધ વિભાગના શીર્ષ અધિકારીઓએ હાજરી આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.