Abtak Media Google News

ઓછી ઓવરના મેચમાં રોહિત વિરાટ કરતા ચઢિયાતો: સંદીપ પાટિલ

કોહલી કે રોહિત ? બે માંથી ‘વિકાટ’ કોણ ? પરંતુ આંકડા એમ બતાવે કે અને વન-ડેમાં તો રોહિત જ ‘વિકાટ’ છે.

ભારતીય ટીમના ચીફ સીલેકટર સંદીપ પાટિલે જણાવ્યું હતું કે લિમિટેડ ઓવર્સ એટલે કે ઓછી ઓવરના મેચોમાં રોહિત શર્માનું પલડુ વિરાટ કોહલી કરતા ભારે છે. કદાચ વિરાટના ફેનને આ વાત સ્વીકાર્ય નહીં હોય પરંતુ આ જ સત્ય છે.

વર્તમાન સમયમાં રોહિત શર્માએ વિરાટ કોહલી કરતા બેહતર બેટસમેન છે. વિરાટ ઇન્ડિયાનો બેસ્ટ ટેસ્ટ બેટસમેન છે. પરંતુ લિમિટેડ ઓવરની વાત આવે ત્યારે સોરી રોહિત અને વિરાટ બંને ટીમ ઇન્ડિયાના આધાર છે. તો માહી ઉર્ફે ધોની કેક પરની આઇશિંગ જેવો છે. એટલે જ તો ભારતીય ટીમ લગાતાર જીત મેળવી રહી છે. વિરાટ અને રોહિત બંને તમામ ફોરમેટમાં સદી ફટકારી શકે છે તે તેમણે સાબિત કરી દેખાડયું છે.

રોહિતે વન-ડેમાં બેવડી સદી ફટકારી ત્યારથી તે વિસ્ફોટક બેટસેન બની ગયો છે. હવે તે લિમિટેડ ઓવરોની મેચોનો બેતાજ બાદશાહ બની ગયો છે, કોઇ શક ?

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.