કોહલી સદીઓની સદી કરશે સાથે-સાથે હાર્દિક પણ જમાવટ કરી દેશે: વોટ્સન

બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં વિરાટે પોતાની 75મી આંતર રાષ્ટ્રીય સદી ફટકારી, 100 સદીથી માત્ર 25 સદી જ દૂર

ઓસ્ટ્રેલિયન ક્રિકેટના ઓલ રાઉન્ડર સેન્ડ વોટ્સને વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યા ના વખાણ કર્યા હતા અને જણાવ્યું હતું કે વિરાટ સોમી સદી નોંધાવા સક્ષમ છે અને હાર્દિક પણ વિશ્વ કપમાં જમાવટ કરી દેશે. બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં વિરાટ કોહલીએ તેની 75 મી આંતરરાષ્ટ્રીય સદી નોંધાવી હતી ત્યારે હવે તેમ 100 સુધી નોંધાવવામાં માત્ર 25 સદી જ દૂર છે તો સામે હાર્દિક પંડ્યા પણ પોતાના ઓલરાઉન્ડ પ્રદર્શનના કારણે વિશ્વ કપમાં પોતાનું ઉત્કૃષ્ટ સ્થાન યથાવત રાખશે તેવો આશાવાદ શેન વોટસન દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો.

સચિન તેંડુલકરે પોતાની 100 આંતરરાષ્ટ્રીય સદી નોંધાવી છે જેનાથી હવે 25 સદી જ વિરાટ દૂર છે. વધુમાં ઓસ્ટ્રેલિયન ઓલ રાઉન્ડર જણાવ્યું હતું કે વિરાટ કોહલી પાસે હજી લાંબુ કેરિયર રમવાનું બાકી છે ત્યારે આવનારા દિવસોમાં તે હજુ પણ વધુ સદીઓ ફટકારશે કારણકે વિરાટ એક અદભુત ખેલાડી છે અને તેમની જવાબદારી તેના શિરે પણ હોય છે.

સોંતરાષ્ટ્રીય સદી નોંધાવનાર ક્રિકેટ ઇતિહાસમાં સચિન તેંડુલકર એકમાત્ર ખેલાડી છે ત્યારબાદ હવે વિરાટ કોહલી પણ એ જ દિશામાં આગળ વધી રહ્યો છે અને પોતાના હોમ ને ધ્યાને લઇ તે આવનારા દિવસોમાં આ ઐતિહાસિક ક્ષણને પણ માણસે. આગામી ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં આયોજિત થનારા ક્રિકેટ વન-ડે વિશ્વ કપમાં હાર્દિક પંડ્યા ટીમ માટે આધાર સ્તંભ સાબિત થશે.