Abtak Media Google News

યુપી તરફથી તાહીલા મેકગ્રાથ અને ગ્રેસ હેરિસે તોફાની અડધી સદી ફટકારી યુ.પીને વીજય અપાવ્યો

વુમન્સ પ્રીમિયર લીગ હવે અંતિમ તબબકમાં આવી પહોંચી છે. લીગના છેલ્લા તબબકામાં યોજયેલા છેલ્લા ડબલ હેડર મેચમાં  ગુજરાત જાયન્ટ્સ અને યુપી વોરિયર્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં યુપીએ 3 વિકેટથી જીત મેળવીને પ્લેઓફમાં જગ્યા બનાવી લીધી છે. જ્યારે બીજી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાશે. હરમનપ્રીત કૌરની કપ્તાનીવાળી મુંબઈની ટીમ પહેલા જ પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ ગઈ છે.179 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી યુપીની ટીમને પહેલો ઝટકો  સુકાની એલિસી હીલીના રૂપમાં લાગ્યો હતો જેમાં તે માત્ર  12 રન બનાવીને આઉટ થઈ ગઈ. કિરણ નવગીરેના રૂપમાં બીજી વિકેટ પડી, જે માત્ર 4 રન બનાવી શકી.

Advertisement

ત્રીજી વિકેટ દેવિકા વૈદ્યના રૂપમાં પડી જેણે 7 રન બનાવ્યા. મહિલા લાગતું હતું કે ગુજરાત યુપીને સરળતાથી માત આપી દેશે પરંતુ યુપી તરફથી તાહીલા મેકગ્રા અને ગ્રેસ હેરિસે વાપસી કરાવી હતી. તાહીલા મેકગ્રાએ 34 બોલમાં અડધી સદી ફટકારી. આ દરમિયાન તેણે 10 ચોગ્ગા ફટકાર્યા હતા.એવી રીતે  મેકગ્રાએ 38 બોલ રમી પોતાની અડધી સદી ફટકારી હતી જેને  57 રન બનાવીને આઉટ થઈ હતી.

ટીમને પાંચમો ઝટકો દીપ્તિ શર્માના રૂપમાં લાગ્યો જે 6 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. ગ્રેસ હેરિસે 72 રનની શાનદાર ઈનિંગ રમી.યુપી વોરિયર્સે ગુજરાત જાયન્ટ્સને 3 વિકેટે હરાવી મહિલા પ્રીમિયર લીગ 2023ના પ્લેઓફ માટે ક્વોલિફાય કર્યું છે. તેમજ યુપીની જીત સાથે આરસીબી પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.