Abtak Media Google News

આઇપીએલના પોઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન ધરાવતા સનરાઈઝર્સ હૈદરાબાદનો મુકાબલો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે આજે  થશે. હોમગ્રાઉન્ડ પર રમી રહેલા બેંગ્લોરને જીતનો સિલસિલો જાળવી રાખવાની આશા છે.  તેમણે છેલ્લી મેચમાં કિંગ્સ ઈલેવનને એકતરફી મુકાબલામાં કચડીને પોતાનું ફોર્મ સાબિત કરી દીધું છે.

કોહલીની આગેવાની હેઠળની બેંગ્લોરની ટીમના બોલરો ઉમેશ યાદવ તેમજ ચહલે ફોર્મ મેળવ્યું છે. બેંગ્લોરની બેટીંગનો મદાર કેપ્ટન કોહલીની સાથે સાથે સાઉથ આફ્રિકાના દિગ્ગજ બેટ્સમેન ડી વિલિયર્સ પર વિશેષ રહેલો છે. તેમને મોઈન અલી તેમજ કોરેય એન્ડરસન જેવા ખેલાડીઓ પાસેથી વધુ સારા પર્ફોમન્સની આશા છે.

કોહલીએ ૧૨ મેચમાં ૫૧૪ અને ડી વિલિયર્સે ૧૦ મેચમાં ૩૫૮ રન ફટકાર્યા છે. ઉમેશ યાદવે ૧૭ વિકેટ ઝડપી છે આરસીબીએ આજનો મેચ કોઈપણ ભોગે જીતવો જરૂરી છે અને તેમાં જે જીતે જશે તો ૧૨ પોઇન્ટ સાથે આરસીબી પણ પંજાબની ટીમ સાથે થઇ જશે  અમે પ્લે ઑમાં જવાની આશા વધુ જીવંત બનશે

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.