Abtak Media Google News

વર્ષ ૨૦૧૧માં બેંગ્લોર ખાતે ૫૦ બોલમાં ૧૦૦ રન ફટકારી ઈંગ્લેન્ડ જેવી ધરખમ ટીમને હંફાવનાર આયરલેન્ડના ધુંઆધાર બલેબાજ કેવીન ઓ’બ્રાયને ઘરઆંગણે માલાહાઈટ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પાકિસ્તાન સામે પ્રમ ટેસ્ટ મેચમાં આયરલેન્ડ તરફી પ્રમ ટેસ્ટ સદીના શ્રીગણેશ કર્યા છે. કેવીન ઓ’બ્રાયને ૧૮૬ બોલમાં ૧૦ ચોગ્ગાની મદદી ૧૦૦ રન ફટકાર્યા હતા. કેવીન ઓ’બ્રાયન ટેસ્ટ મેચમાં ૧૦૦ રન ફટકારનાર આયરલેન્ડનો પ્રમ ખેલાડી બની ગયો છે. આયરલેન્ડના ક્રિકેટ ઈતિહાસમાં આ યાદગાર ક્ષણ બની ગઈ છે. પાકિસ્તાન સામે પ્રમ ટેસ્ટમાં આયરલેન્ડ ફોલોઓનમાં ધકેલાયું હતું. પ્રમ ઈનીંગમાં આયરલેન્ડે માત્ર ૧૩૦ રન બનાવ્યા હતા. ત્યારબાદ ઓ‘બ્રાયનની સદીથી થોડી રાહત થઈ હતી. ૭ વિકેટ ગુમાવી આયરલેન્ડે ૨૭૧ રન બનાવ્યા હતા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.