Abtak Media Google News

રેરાની કલમ ૪૦ (૧) હેઠળ બિલ્ડરોને વોરંટ ફટકારવાનું શરૂ થયું

રીયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરીટી (રેરા)નું ગઠન ઘર ખરીદવા ઈચ્છુક કે ખરીદનાર ગ્રાહકના હિતોના રક્ષણ માટે થયું હતું. બિલ્ડરો અને ગ્રાહકો વચ્ચે સમાધાન કરાવવાની ભૂમિકા રેરાના સીરે છે. જો કે, રેરા દંડાત્મક કાર્યવાહી પણ કરી શકે છે. પરંતુ હજુ સુધી રેરા દ્વારા કોઈ સામે પગલા લેવાયા હોય તેવા ખૂબ ઓછા કિસ્સા જોવા મળે છે.

મળતી વિગત અનુસાર મહારાષ્ટ્ર રીયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરીટી દ્વારા ૧૨ રીયલ એસ્ટેટ ડેવલોપર્સને રીકવરી વોરંટ ફટકારવામાં આવ્યા છે. ઘર ખરીદનાર ગ્રાહકોએ રેરામાં ફરિયાદ નોંધાવતા આ કાર્યવાહી હાથ ધરાઈ છે. રેરાએ જે બિલ્ડરોને નોટિસ ફટકારી છે તેમની પાસેથી વળતર વસુલ કરવામાં આવશે તેવું જાણવા મળે છે.  આ મામલે રેરા (મહારાષ્ટ્ર)ના સેક્રેટરી વસંત પ્રભુએ કહ્યું હતું કે, અમે મુંબઈ, થાણે તા પૂણેમાં ૧૨ બિલ્ડરોને વોરંટ ફટકાર્યા છે. આ વોરંટ રેરા એકટની કલમ ૪૦ (૧) હેઠળ બજાવવામાં આવ્યા છે. જમીનની રેવન્યુ મુજબ પેનલ્ટી, વ્યાજ અને વળતર વસુલ કરવામાં આવશે.

અહીં ઉલ્લેખનીય છે કે, મુંબઈમાં મોટા ૧૩ બિલ્ડરો સામે કાર્યવાહી થયા બાદ હવે અન્ય રાજયોમાં પણ રેરા હેઠળ કાર્યવાહી થઈ શકે તેવી શકયતા છે. ગ્રાહકો ઘણી વખત બિલ્ડરો સામે ફરિયાદ નોંધાવતા હોય છે. ગ્રાહકોના હકક માટે રેરાનો ઉકેલ સરકારે મુકયો છે જે હવે કેટલો સફળ થશે તે જોવાનું રહ્યું.

હાઉસીંગ ફોર ઓલ

એફોર્ડેબલ હાઉસીંગમાં બેન્કોનું ફન્ડીંગ ક્યારે?

એફોર્ડેબલ હાઉસીંગ ક્ષેત્રમાં બેંકોની રૂચી પુરતા પ્રમાણમાં નથી તે વાત જગજાહેર છે. અન્ય રહેણાંક મકાનોને ફાયનાન્સીયલ ટેકો આપવા બેંકો ખડેપગે રહે છે. ત્યારે મોદી સરકારના અતિ મહત્વાકાંક્ષી પ્રોજેકટ હાઉસીંગ ફોર ઓલમાં બેંકોનો ઓછો રસ ચિંતાનો વિષય બની ગયો છે. ૨૦૨૦ સુધી કરોડો મકાનના માધ્યમી લોકોનું ઘરના ઘરનું સ્વપ્ન પૂરું કરવા સરકાર કાર્યરત છે. જેમાં બેંકોની ઓછી રૂચી ખૂબજ મુશ્કેલી ઉભી રહી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.