કોલકાતા નાઇટ રાઇડર્સ તે ‘રોયલચેલેન્જ’ ને ધોબી પછડાટ આપી!!!

કોહલી સેના ‘વામણી’ સાબિત થઈ !!

કલકત્તાનો ૯ વિકેટે વિજય વરુણ ચક્રવર્તી બન્યો મેન ઓફ ધ મેચ

અબુધાબી ખાતે આરસીબી અને કેકેઆર વચ્ચે t20 મુકાબલો રમાયો હતો જેમાં આરસીબીએ ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો પરંતુ કોહલીનો આ નિર્ણય યોગ્ય સાબિત ન થતાં સમગ્ર ટીમ ૯૨ રનમાં સમેટાઈ ગઈ હતી જ્યારે કલકત્તા એ નવ વિકેટે મેચ જીતી લીધો હતો. સ્પિનર વરુણ અને રસલે પણ ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી.

આરસીબી ના ત્રણ રંગના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી કલકત્તાની કી મે 10 ઓવરમાં એક વિકેટ ગુમાવી ૯૪ બનાવ્યા હતા જેમાં સુભમન ગિલ એ ૩૪ બોલમાં છ બાઉન્ડ્રી અને એક સિક્સર ફટકારી ૪૮ રન નોંધાવ્યા હતા તો બીજી તરફ ઓપનર વેંકટેશ ૨૭ બોલમાં સાત બાઉન્ડ્રી અને એક સિક્સર વડે 41 રન બનાવી અણનમ રહ્યો હતો.

આરસીબી તરફથી સર્વાધિક પડી કાલે 22 રન નોંધાવ્યા હતા સુકાની કોહલી,  ડી વિલિયર્સ અને મેકસવેલ સસ્તામાં આઉટ થતાં ટીમ 100 રન સુધી પણ પહોંચી શકી ન હતી. ગઇકાલના મેચ ને ધ્યાને લેતા એ વાત સામે આવી કે કોહલીની ટીમ વાવણી સાબિત થય છે.