Abtak Media Google News

રાજકોટ શહેર-જિલ્લામાં 475 કેસ: પોરબંદરમાં રાહત યથાવત, માત્ર પાંચ કેસ જ નોંધાયા 

રાજ્યમાં કુલ 5469 કેસ નોંધાયા, 2976 દર્દીઓ ડિસ્ચાર્જ થયા, 2.20 લાખ લોકોનું વેક્સિનેશન 

રાજકોટમાં કોરોનાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. છેલ્લા 24 કલાકમાં 42 દર્દીઓને કોરોના ભરખી ગયો છે. ઉપરાંત સૌરાષ્ટ્રમાં પણ કોરોના દરરોજ નવા રેકોર્ડ સર્જી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્રમાં કોરોનાના 1206 કેસ નોંધાયા છે. તેમાં અડધો અડધ કેસ તો રાજકોટ જિલ્લામાં જ નોંધાયા છે. જેની સંખ્યા 475 થઈ ગઈ છે. જો કે સામે પોરબંદરમાં રાહત જોવા મળી છે. અહીં માત્ર પાંચ જ કેસ નોંધાયા છે.

રાજ્યભરમાં કોરોનાના કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 5469 કેસો સામે આવ્યા છે. જ્યારે બીજી તરફ 2976 દર્દીઓ સાજા થતાં તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રની સ્થિતિ જોઈએ તો સૌરાષ્ટ્રના 11 જિલ્લામાં 1177 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ કેસ રાજકોટ જિલ્લાના છે. રાજકોટ કોર્પોરેશનના 405 અને ગ્રામ્ય વિસ્તારના 70 કેસ નોંધાયા છે. આમ કુલ 475 કેસ નોંધાયા છે. સામે રાજકોટ કોર્પોરેશનમાં 184 દર્દી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને ગ્રામ્યમાં 85 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. સામે કોરોનાને નાથવા શહેરમાં 4237 અને જિલ્લામાં 4946 લોકોનું વેક્સિનેશન કરવામાં આવ્યું છે.

જામનગરની સ્થિતિ જોઈએ તો જામનગર શહેરમાં 189 અને ગ્રામ્યમાં 123 કેસ નોંધાયા છે. જ્યારે શહેરમાં 79 અને ગ્રામ્યમાં 80 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. સામે શહેરમાં 1993 અને ગ્રામ્યમાં 3920 દર્દીઓને વેક્સિન આપવામાં આવી છે. આવી જ રીતે ભાવનગર શહેરમાં 68 કેસ અને ગ્રામ્યમાં 29 કેસ નોંધાયા છે. જ્યારે ભાવનગર શહેરમાં 34 અને ગ્રામ્યમાં એક પણ દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા નથી. આ ઉપરાંત ભાવનગર શહેરમાં 2011 અને ગ્રામ્યમાં 6357 લોકોને વેક્સિન આપવામાં આવી છે.

આ ઉપરાંત મોરબીમાં 54, અમરેલીમાં 42, જૂનાગઢમાં 41, સુરેન્દ્રનગરમાં 28, બોટાદમાં 27, દેવભૂમિ દ્વારકામાં 21, ગિર સોમનાથમાં 20 અને પોરબંદરમાં 5 કેસ નોંધાયા છે. જ્યારે મોરબીમાં 29, અમરેલીમાં 6, જૂનાગઢમાં 13, સુરેન્દ્રનગરમાં 22, બોટાદમાં 5, દેવભૂમિ દ્વારકામાં 16, ગીર સોમનાથમાં 9 અને પોરબંદરમાં 4 દર્દી સાજા થતાં ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તેમજ મોરબીમાં 1709, અમરેલીમાં 5382, જૂનાગઢમાં 93, સુરેન્દ્રનગરમાં 2331, બોટાદમાં 991, દેવભૂમિ દ્વારકામાં 2034, ગીર સોમનાથમાં 8657 અને પોરબંદરમાં 4453 દર્દીને વેકિસન આપવામાં આવી છે.રાજ્યમાં છેલ્લા 72 દિવસથી નવા દર્દીની સંખ્યા વધુ અને ડિસ્ચાર્જ થનારા દર્દીની સંખ્યા ઓછી નોંધાઈ રહી છે. અગાઉ 20 ફેબ્રુઆરીએ સાજા થનારાની સંખ્યા વધુ હતી. રાજ્યમાં અત્યાર સુધીમાં 3.47 લાખના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જ્યારે મૃત્યુઆંક 4800નો થયો છે. તેમજ અત્યાર સુધીમાં 3.15 લાખ દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 27568 એક્ટિવ કેસ છે. જેમાંથી 203 દર્દીઓ વેન્ટિલેટર પર છે. જ્યારે 23365 દર્દીની હાલત સ્થિર છે.

ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. નવા કેસોમાં રોજેરોજ નવા રેકોર્ડ બની રહ્યાં છે. ત્યારે રાજ્યમાં સતત બીજા દિવસે કોરોનાના કેસનો આંકડો 5000ને પાર પહોંચ્યો છે. ઓલટાઈમ નવો હાઈ થાય છે. છેલ્લા 24 કલાકમાં 5469 નવા કેસ નોંધાયા છે અને 2976 દર્દીઓ કોરોનાને મહાત આપી અને તેઓને ડિસ્ચાર્જ કરાયા છે. રાજ્યમાં અમદાવાદમાં 19, સુરતમાં 16, વડોદરામાં 7, રાજકોટમાં 5, બનાસકાંઠા અને સુરતમાં 2-2, ગાંધીનગર અને જામનગરમાં 1-1 મળી કુલ 54 દર્દીના કોરોનાના કારણે મોત થયા છે. આજે રાજ્યમાં 2,20, 994ને રસી આપવામાં આવી છે અત્યાર સુધીમાં 80.55 લાખ લોકોએ પ્રથમ ડોઝ અને 10.67 લાખ લોકોએ બીજા ડોઝનું વેક્સિનેશન પૂર્ણ થયું છે. કુલ મળીને 91.23 લાખનું વેક્સિનેશન પૂરું કરવામાં આવ્યું છે. આજે રાજ્યમાં 60 વર્ષથી વધુ તેમજ 45 થી 60 વર્ષની વયના 1.48 લાખ વ્યક્તિને પ્રથમ ડોઝ અને 34452ને બીજા ડોઝનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે કોઈ ગંભીર આડઅસર જોવા મળી નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.