Abtak Media Google News

અબતક, રાજકોટ

પ્રજાના પ્રતિનિધિ તરીકે ચૂંટાયેલા નેતાઓ જ પ્રજા પર જોખમ ઉભુ કરી રહ્યાં હોય તેવું લાગી રહ્યું છે. આજે સવારે મહાપાલિકામાં મળેલી જનરલ બોર્ડની બેઠકમાં ભાજપ અને કોંગ્રેસના નગરસેવકોએ કોરોનાની ગાઈડ લાઈનનો રીતસર ઉલાળીયો ર્ક્યો હતો. કેટલાંક નગરસેવકો સભાગૃહમાં મોઢે માસ્ક પહેર્યા વિના જ આવ્યા હતા. જ્યારે અનેકના માસ્ક નાક નીચે લટકતા પણ જોવા મળ્યા હતા. જો કે, બીજી તરફ કેટલાંક નગરસેવકો સ્વયંમ એટલા જાગૃત છે કે તેઓ સતત માસ્ક પહેરેલું રાખ્યું હતું. જ્યારે પોતાને બોલવાનો વારો આવ્યો ત્યારે જ તેઓએ માસ્ક ઉતાર્યું હતું.

બેજવાબદાર બેખૌફ જનપ્રતિનિધિઓ

આજે જનરલ બોર્ડની બેઠકમાં શાસક પક્ષના નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા, ભાજપના કોર્પોરેટર મનિષ રાડીયા, જયમીન ઠાકર, દેવાંગ માંકડ, હિરેન ખીમાણીયા, હાર્દિક ગોહેલ, કાળુભાઈ કુંગશીયા, હાર્દિક ગોહેલ માસ્ક પહેર્યા વિના સભાગૃહમાં બેઠેલા નજરે પડ્યા હતા.

જ્યારે અનેક નગરસેવકોએ પોતાની જવાબદારી સમજતા સમગ્ર જનરલ બોર્ડ દરમિયાન માસ્ક પહેરેલું રાખ્યું હતું અને જ્યારે પોતાનો બોલવાનો સમય આવ્યો ત્યારે જ મોઢા પરથી માસ્ક ઉતાર્યું હતું. અમુક નગરસેવકોએ માસ્ક તો પહેર્યું હતું પરંતુ તેઓનું માસ્ક નાક નીચે લટકતું દેખાતું હતું. પ્રેક્ષક ગેલેરીમાં બેઠેલા લોકોએ પણ માસ્ક પહેરવાની તસ્દી લીધી ન હતી. એક તરફ શહેરમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે ત્યારે જેના પર લોકોને કોવિડ ગાઈડ લાઈન અંગે જાગૃત કરવાની જવાબદારી છે તેવા નેતાઓ જ માસ્ક પહેરવાની તસ્દી લેતા નથી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.