Abtak Media Google News

રેસકોર્સ સંકુલમાં મહાપાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે મેયર બંગલા સામે આવેલી પુષ્પગલીને ડેવલોપ કરવામાં આવી છે. આવતીકાલે આ પુષ્પગલીનું વિધિવત લોકાર્પણ કરવામાં આવશે. જોકે આ માટે મહાપાલિકાના શાસકો દ્વારા કોઈ તાસીરો કરવામાં આવશે નહીં.

Advertisement

રાજકોટ મહાનગરપાલિકાના રેસકોર્સ સંકુલમાં સ્નાનાગારથી ફુટબોલ મેદાન સુધીનો રસ્તો બ્યુટીફીકેશન કરવાના કામે રૂ.૧,૦૧,૦૦,૦૦૦/- ના એસ્ટીમેટ મંજુર કરવામાં આવ્યું હતું. જે અન્વયે ઈ-ટેન્ડર પ્રક્રિયા બાદ ૧૦.૬૭% ઓછા ભાવે કુલ રકમ રૂ.૭૪ લાખના ખર્ચની મર્યાદામાં સાઈટની સ્થળ સ્થિતિ પ્રમાણે નકકી થયા મુજબ સ્નાનાગારથી હોકી મેદાન સુધી સીટીંગ સ્ટેપ, વોટર ફોલ તથા બ્યુટીફીકેશન કરી આ કામગીરી પૂર્ણ કરવામાં આવ્યું છે.

લોકાર્પણ થતા લોકો દ્વારા બહોળા પ્રમાણમાં આ કામની પ્રશંસા કરી ખૂબ જ ઉપયોગ થતો હોય મુખ્યમંત્રીના સુચન મુજબ આ કામનું વિસ્તૃતિકરણ કરી બ્યુટીફીકેશન ફુટબોલ મેદાનના છેડા સુધી લંબાવી વિસ્તૃત કરવાનું આયોજન હાથ ધરવામાં આવેલ. જે અન્વયે આ કામની એજન્સી પાસે જ પાર્ટ-૨ વિસ્તૃતીકરણ માટે વધારાના રૂ.૪૫,૭૨,૦૦૦/-ના ખર્ચે બ્યુટીફીકેશન કામ કરવા સ્થાયી સમિતિ તરફ દરખાસ્ત મંજુર કરવામાં આવેલ. જે કામ અંદાજીત રકમ રૂ.૩૫,૦૦,૦૦૦/-ના ખર્ચે આ વધારાનું કામ ૯૦ દિવસની સમયમર્યાદામાં કુલ ૨૫૦૦.૦૦ ચો.મી.એરીયામાં બ્યુટીફીકેશન કામ પૂર્ણ કરવામાં આવેલ છે. જેમાં લેન્ડ સ્કેપીંગ, સીટીંગ એરેન્જમેન્ટ તથા ૫-નંગ વોટર ફોલનો સમાવેશ થાય છે. આ કામે રસ્તાને ઈન્ટર લોકીંગ પેવીંગ બ્લોકથી ફલોરીંગ કામ કરવામાં આવેલ છે. તેમજ એલઈડી લાઈટથી રોશની કરવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.