Abtak Media Google News

વોર્ડ નં.૩માં રેલનગર અને પોપટપરા સહિતની ૩૬ વિસ્તારોમાં રૂ.૨.૮૨ કરોડ જયારે ઈસ્ટ ઝોનમાં આજીડેમથી ચુનારાવાડ ચોક સુધી ૪ વોર્ડના અનેક વિસ્તારોમાં રૂ.૩.૨૪ કરોડના ખર્ચે ડીઆઈ પાઈપલાઈન નેટવર્ક બિછાવાશે

લાઈનલોસ, ભુતીયા નળજોડાણ, ઓછા ફોર્સથી પાણી વિતરણ અને પાઈપલાઈન તુટવા સહિતની ફરિયાદો હલ કરવા માટે મહાપાલિકા દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ડીઆઈ પાઈપલાઈનનું નેટવર્ક બિછાવવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત સેન્ટ્રલ ઝોનના વોર્ડ નં.૩ અને ઈસ્ટ ઝોનના આજીડેમથી ચુનારાવાડ ચોક સુધીના ૪ વોર્ડના અનેક વિસ્તારોને આવરી લેવા ડીઆઈ પાઈપલાઈનના નેટવર્કના કામનું આવતીકાલે ખાતમુહૂર્ત કરવામાં આવશે.

Advertisement

આ અંગે વધુ માહિતી આપતા મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, વોર્ડ નં.૩માં રેલનગર તથા પોપટપરા સહિતના અલગ-અલગ ૩૬ વિસ્તારોમાં બાકી રહેતા ભાગોમાં રૂ.૨.૮૨ કરોડના ખર્ચે ૧૪માં નાણાપંચ હેઠળ ડીઆઈ પાઈપલાઈનનું નેટવર્ક ઉભું કરવામાં આવશે. જેની કુલ લંબાઈ ૨૦,૪૦૦ રનીગ મીટરની છે. આ કામ કેએસડી ક્ધટ્રકશનને આપવામાં આવ્યું છે. ડીઆઈ પાઈપલાઈનથી લાઈન લોસ અને ગંદા પાણીની સમસ્યાનું નિરાકરણ લાવી શકાશે. વોર્ડ નં.૩માં મદીનાવાસ, પોપટપરામેઈન રોડ, રઘુનંદન, વીર હમીરસિંહ ચોક, રેલનગર ચોકથી પોપટપરા ડ્રેનેજ પમ્પીંગ સુધી, વેર હાઉસનો વિસ્તાર, લોડ ક્રિષ્ના પાર્ક મેઈન રોડ, નકલંક ‚ખડીયાપરા, રેલનગર, સાંઈબાબા સોસાયટી, સુર્યપાર્ક, રેલનગર મેઈન રોડ, ગંગોત્રી પાર્ક, રાધે પાર્ક, શિવદ્રષ્ટી પાર્ક, સરદાર પાર્ક, અવધ પાર્ક, શિવાલય એપાર્ટમેન્ટ, શ્રીનાથદ્વારા પાર્ક, શ્રદ્ધા પાર્ક, રેલનગર, ગંગોત્રી પાર્ક પાસે, શકિત કોલોની, અમૃત રેસીડેન્સી, અમી રેસીડેન્સી, આસ્થા એવન્યુ, ઈસ્કોન બંગલોઝ, ઋષિકેશ પાર્ક, ઓસ્કાર એપાર્ટમેન્ટ, શિવાલય એપાર્ટમેન્ટ, ઘનશ્યામ બંગલો અને દ્વારકેશ રેસીડેન્સી સહિતના વિસ્તારોમાં ડીઆઈ નેટવર્કનો લાભ મળશે.

તેઓએ ઉમેર્યું હતું કે, આ ઉપરાંત ઈસ્ટ ઝોનમાં આજીડેમ ચોકડીથી ચુનારાવાડ ચોક સુધીના વિસ્તારમાં જુની પાણીની પાઈપલાઈન બદલવામાં આવશે અને તેની જગ્યાએ રૂ.૩.૨૪ કરોડના ખર્ચે નવી ૩૦૦ એમ.એસ.ની પાઈપલાઈન નાખવામાં આવશે. આ પ્રોજેકટથી વોર્ડ નં.૪,૫,૬ અને ૧૫ના અનેક વિસ્તારોને લાભ મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.