આજે રાંધણ છઠ્ઠ: જાણો શું છે રાંધણ છઠ્ઠનો મહિમા, જાણો કેમ ચુલા અને ગેસની થાય છે પૂજા

રાંધણ છઠ શ્રાવણ મહિના ના ક્રુષ્ણ પક્ષના છઠ્ઠા દિવસે આવે છે. આ દિવસે માતાઓ પોતાના બાળકો અને પરિવારના સભ્યો માટે વિવિધ વાનગીઓ બનાવે છે. આ દિવસને વ્રત તરીકે નથી માનવામાં આવતું પરંતુ આ દિવસે અલગ અલગ વસ્તુઓ રાંધવામાં આવેછે.

રાંધણ છઠ || randhan chathh || સંપૂર્ણ માહિતી ગુજરાતી માં || randhan chhath story - YouTube

આ દિવસ શીતળા માતા માટે પ્રશાદી ત્યાર કરવામાં આવે છે. આ દિવસે માતાઓ તીખી, મીઠી અલગ અલગ વાનગીઓ બનાવે છે જે બીજે દિવસે બધા સાથે જમે છે.

રાંધણ છઠ્ઠ એ શીતળા સાતમ સાથે સંકળાયેલો તહેવાર છે સાતમના આગલા દિવસને આપણે રાંધણ છઠ્ઠ કહીએ છીએ, રાંધણ છઠ્ઠના દિવસે રાંધી લીધા પછી બહેનો સગડી, ચૂલા, ગેસ વગેરે…..ની પૂજ કરે છે. અને બીજા દિવસે એટ્લે શીતળા સાતમના દિવસે પ્રાત:કાળમાં ઊઠી ઠંડા પાણીએ સ્નાન કરી સગડી કે ચૂલા વગેરે લિપિ-ગુપી તેમાં આંબો રોપી કુતકૃત્ય વિધિ કરે છે.

સગડી, ગેસ કે ચૂલા એ તો ઘરના દેવતા છે. ભારતની સંસ્કૃતિ આ અગ્નિદેવના ઉપકરણે કેમ ભૂલી શકે? માટે સ્ત્રીઓ શીતળા સાતમને દિવસે સગડી તથા સાધન નું પૂજન કરીને કૃતાગ્નતા અનુભાવે છે.

ભારતની વિવિધ સંસ્કૃતિ માં એક અહમ અંગ તહેવારો છે.