Abtak Media Google News

આજે રાત્રે માયાભાઇ આહીરનો દીકરી વિશેનો ખાસ કાર્યક્રમ ‘કાળઝુ ધોવાના અવસર’માં શહેરીજનોને ઉમટવા અનુરોધ: દીકરીઓનું ફૂલેકુ તેડવાનો પ્રસંગ પારેખ પરિવારના યજમાન પદે રંગેચંગે સંપન્ન

વહાલુડીના વિવાહમાં ૨૨ હાલી દિકરીઓનું ગઈ કાલે સાંજે શહેરના કાલાવડ રોડ પરના સ્વાગત ર્પાટી પ્લોટમાં ફુલેકુ અને દાંડિયા રાસનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દિકરીઓને પાંચ બગીમાં બેસાડી તેમનુ ફુલેકુ કાઢવામાં આવ્યુ હતું અને ત્યાર બાદ દાંડિયારાસનો પ્રોગામ રાખવામાં આવ્યો હતો. જેમાં યજમાન ચેતનભાઈ પારેખ અને નિતાબેન પારેખ તેમજ દિકરાનું ઘર વૃધ્ધાશ્રમ ના ૨૫૦ કાર્યક્રતાઓએ હાજરી આપી હતી.

વહાલુડીના વિવાહના આજના આશુભમંગલ પ્રસંગો અંગેની માહિતી આપતા દીકરાનું ઘર પરિવારના મુકેશ દોશી, કિરીટભાઈ આદ્રોજા,સનીલ વોરા,નલીન તન્ના, અનુપમ દોશી અને હસુભાઈ રાચ્છે જણાવ્યું કે દિકરાનું ઘર પરિવારમાં અને સમગ્ર ટીમમાં આજે પોતાના ઘરે પોતાની દીકરી અથવા બહેનના લગ્નો પ્રસંગ હોય તેવો અનેરો હર્ષોલ્લાસ અને નથગનાટ જોવા મળી રહ્યો હતો. આજના આ કાર્યક્રમના યજમાન પરિવારના રાજકોટ શહેરનું ઘરેણું સમાન જાણીતા શિક્ષણવિદ, રૂડાના ભૂતપૂર્વ ચેરમેન અને અનેક સામાજિક,શૈક્ષણિક સંસ્થાઓના મોભી પી.સી. બારોટ ના પરિવારના ભૂમિકાબેન બારોટ તથા કિરીટભાઈઆદ્રોજા કોશાબેન મહેતા તથા સુનિલભાઈ મહેતા તેમજ ગીતાબેન પટેલ તથા કિરીટભાઈ પટેલના હસ્તે આ લગ્નોત્સવના મુખ્ય આચાર્યરી તથા તેમની ટીમ દ્વારા હિન્દુ શાસ્ત્રોકત વિવિધ પ્રમાણે પ્રથમ પુજનીય એવા ભગવાન ગણપતિ મહારાજની પુજા અને સ્થાપનાની શાસ્ત્રોકત મંત્રોચ્ચાર સાથે મંડપ મુહૂર્તની વિધિથી ૨૨ દીકરીઓના આ જાજમાર લગ્નોત્સવનો શુભમંગલ પ્રારંભ કરાવ્યો હતો.

1 18

મહેંદી રસમના કાર્યક્રમ અંગે માહિતી આપતા વહાલુડીના વિવાહ ટીમના ઉપેનભાઈ મોદી,પ્રતાપભાઈ પટેલ,રાકેશભાઈ ભાલાળા તથા કીરીટભાઈ પટેલે જણાવ્યું હતું કે દીકરી ના લગ્ન પ્રસંગમાં મહેંદી મૂકવાનો પ્રસંગએ ખૂબ જ અગત્યનો પ્રસંગ બની ગયો છે.આ લગ્નોત્સવની ૨૨ દિકરીઓને મહેંદી મૂકવાની તથા તમામ પ્રસંગોને અનુ‚પ સાજ -શરણગાર સજવા માટે બ્યુટી આ પ્રસંગે ધનસુખ ભંડેરી,હંસરાજ ગજેરા અમૃત ગઢીયા ગણેશ ઠુંમર, દિપક પટેલ ગીરીશ ભીમાણી ડો.પિયુષ ઉનડકટ, ડો.મયંક ઠકકરે હાજરી આપી હતી.

પાર્લરની તમામ વ્યવસ્થા દીકરાનું ઘર ટીમ દ્વારા કરવામાં આવી છે. મહેંદીરસમના આ પ્રસંગે સંસ્થા પરિવારના સભ્યો,મહિલા કાર્યકતા બહેનો તથા આમંત્રિત મહેમાનોેએ સુપ્રસિદ્ધ કલાકારોના સુમધુર કઠે ગલાયેલા મહેંદી રસમના અને લગ્નતગીતોની રમઝટ અને સંગીતની સુરાવલીઓના સથવારે રસા ગરબાની રમઝટ બોલાવી હતી અને આ પ્રસંગેને યાદ બનાવી દીધો હતો.

2 10

આજના થી  સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા મુકેશ દોશી, હરેશ પરસાણા તથા અશ્ર્વિનભાઈ પટેલના નેતુત્વ હેઠળ કાશ્મીરા દોશી,પ્રિતી વોરા, પ્રિતી તન્ના,કલ્પના દોશી, ફાલ્ગુનીબેન કલ્યાણી,અલ્કા પારેખ, રૂપા વોરા, રાધીબેન જીવાણી,‚ચીતા રાઠોડ, ગીતાવોરા,અ‚ણાબેન વેકરીયા, સંધ્યાબેન મોદી, કિરણબેન વડગામા, ચેતના પટેલ ,નિશામા‚,ગીતાબેન પટેલ, અંજુબેન સુતરીયા, જયશ્રીબેન મોદી સહિતના બહેનોએ મહેંદી રસમની વ્યવસ્થા સંભાવી હતી. જયારે સમગ્ર કાર્યક્રમને યશસ્વી બનાવવા માટે આશીષ વોરા,હાર્દિક દોશી, સંજયભાઈવસાવા, પ્રલ્લવભાઈ,શૈલેષ દવે, પરિમણભાઈ, નીલય દોશી,હસુભાઈ શાહ, યશવંતભાઈ, દોલતભાઈ ગાદેશાની ટીમ, આદ્રોજા પરિવાર અને એંજલ પંપ ટીમ.આર.ડી.ગારડી કોલેજના છાત્રોની ટીમ,ગુણવંતભાઈ ઝાલાડી,મહેશભાઈ ભટ્ટી તથા સંદિપભાઈ ચૌહાણ સહિતના ૨૫૦ થી વધુ ગાર્યકર્તાઓ કટીબદ્ધ છે.

વહાલુડીના વિવાહ કાર્યક્રમની શરૂ આતે તા.૨૦ને શુક્રવારે સાંજે ૨૨ દિકરીઓ નું ફુલેકુ તેડવાનો બેનમૂન  ભવ્ય પ્રસંગે શહેરના જાણીતા રાધે કેટરર્સના ચેતનભાઈ પારેખ અને નીતાબેન પારેખના સતત બીજા વર્ષે તેમના યજમાન પદે ખુબજ હર્ષોલ્લાસ અને આનંદના વાતાવરણમા યોજાયો હતો.સૌભાગ્ય વાંચ્છુ ૨૨ નસીબવંતી દીકરીઓના વિવાહના પ્રસંગના આ કાર્યક્રમમા શણગારેલી બગીઓ,ઝગમગતી ફાનસોના અજવાળે ૨૦૦ થી વધુ સાફાધારી દીકરાનું ઘર પરિવારના ના કાર્યકતાભાઈઓ -બહેનોની પ્રેરણાદાયી ઉપસ્થિતીમાં જાજમાર રીતે ૨૨ દિકરીઓની પધરામણી અને વધામણી કરવામાં આવી હતી.વહાલુડીના વિવાહ આ પ્રસંગને રાજકોચના જાણીતા તબીબ ડો.ચેતન લાલસેતા (પ્રેસીડન્ટ આઈ,એમ,એ રાજકોટ)ડો.પિયુષ ઉનડકટ (આઈ સર્જન રાજકોટ)ડો.મયંકભાઈ ઠકકરા(ક્રિટીકલ કેર સર્જન ગિરીરાજ હોસ્પિટલ)ડો.અતુલ પંડયા (વાઈસ પ્રેસીડન્ટ આઈ.એમ.એ.નેશનલ)તથા ડો.જીતેન્દ્ર અમલાણી (આર.એસ.એસ. પ્રમુખ,રાજકોટ)ના વરદ હસ્તે શહેરશ્રેષ્ઠીઓની ઉપસ્થિતમાં દીપ પ્રાગટય કરી ખુલ્લો મુકાયો  હતો. ભારતીય સંસ્કૃતિ અને પરંપરાગત  રીતે રીવાજ  મુજબ યજમાન પારેખ પરિવાર તથા  નિમંત્રિત મહેમાનો દ્વારા ૨૨ દિકરીઓનું પૂજન કરવામાં આવ્યું હતું. તેમના કંકુ પગલાની વિધી પણ કરવામાં આવી હતી.ગીત સંગીત અને શરણાઈ અને ઢોલના તાલે ઉપસ્થિત સર્વે આનંદથી ફુલેકામાં જુમી ઉઠયા હતા અને અને રાસગરબાની રમઝટ સાથે દાડીયા રાસ રમી અંતે ભાવતો ભોજન લઈ પ્રસંગેને મનભરી માણ્યો હતો.કાર્યક્રમમાં અનિમેષભાઈ ‚પાણી ,ધી‚ભાઈ રોકડ, ભદ્રાયુભાઈ વછરાજાની ભાવેશભાઈ પટેલ તથા વેજાભાઈ રાવલીયાએ વિશેષ ઉપસ્થિત રહી દીકરીઓને આશિર્વાદ પાઠવ્યા હતા.

વહાલુડીના વિવાહ લગ્નોત્સવ અંતર્ગત આજરોજ તા.૨૧મી ડિસેમ્બરના રોજ રાત્રે ૭.૩૦ કલાકે ગુજરાત સહિત સમગ્ર વિશ્ર્વના જેમની ખુબ લોકચાહના છે તેવા સુપ્રસિધ્ધ લોક સાહિત્યકાર ,સૌરાષ્ટ્રની ભાતીગળ રસધારનું ઘરેણું સમાન જાણીતા કલાકાર માયાભાઈ આહિરનો દીકરો વ્હાલનો દરીયો વિષય ઉપરનો લાગણી સભર કાર્યર્ક્રમ  કાળજુ ધોવાનો અવસરનું આયોજન રાજકોટના કાલાવડ રોડ સ્થિત બી.એ.પી.એસ.સ્વામિનારાયણ મંદિરના પ્રમુખ સ્વામી હોલમાં રાખવામાં આવ્યું છે. જેમના ભાગ્યમાં દિકરીના પિતા બનવાનું સૌભાગ્ય મળ્યું છે તેમજ જેમના ભાગ્યમાં ભગવાન દીકરી રૂપે અણમોલ રતનની પ્રસાદીની ભેટ  આપી નથી તેવા માતા -પિતા સહિત સમગ્ર લાગણીભીની ના ભાઈઓ -બહેનો ને આ કાર્યક્રમમાં પધારવા અને દિકરીની પ્રેમ ભીની લાગણીના વરસાદમા ભીંજાવવા માટે સંસ્થાદ્વારા ખાસ આમત્રણ પાઠવવામાં આવ્યું છે. આ કાર્યક્રમ માટે ગુજરાત રાજય સંગીત નાટય અકાદમી દ્વારા ઉમદા સહયોગ પણ મળેલ છે. આ કાર્યક્રમ વિનામૂલ્યે છે અને પાસની કોઈ વ્યવસ્થા રાખવામાં  આવી નથી. કાર્યક્રમ પહેલા વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ આપવામાં આવશે તેમ સંસ્થાની યાદીમા જણાવવામાં આવ્યું છે.

જબરદસ્ત ફૂલેકાની સાથે દાંડીયારાસની રમઝટ બોલી: મુકેશભાઈ દોશી

મૂકેશભાઈ દોશીએ અબતક સાથેની વાતચીત કરતા જણાવ્યું હતુ કે ૨૨ તારીખના રોજ દિકરાનું ઘર આયોજીત વ્હાલુડીના વિવાહમાં ૨૨ દિકરીઓ પોતાના સંસારની અંદર પગરવ માડવા જઈ રહી છે. રાજકોટને આંગણે ઐતિહાસીક કાર્યક્રમ યોજવાનો છે. એનો આજે પ્રારંભ થઈ ચૂકયો છે. ઉત્સાહ અને ઉમંગ ભરેલા વાતાવરણની વચ્ચે આજે સાંજે રાજકોટ ખાતે આવેલા કાલાવડ રોડ પરનાં સ્વાગત પાર્ટી પ્લોટમાં ચેતનભાઈ પારેખ અને નિતાબેન પારેખના યજમાન પદે વ્હાલી દિકરીઓનું જબરદસ્ત ફૂલેકૂ કાઢવામા આવ્યું છે. દાંડીયારાસની રમઝટ પણ રાખેલ છે. આગામી બે દિવસોમાં પણ આવા ભવ્ય કાર્યક્રમો યોજાવાના છે.

4 5

દીકરીઓ પ્રત્યે અમને ખૂબજ લાગણી; નીતાબેન પારેખ

નિતાબેન પારેખ યજમાન વ્હાલુડીના વિવાહએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે, આ દિકરીઓ પ્રત્યે અમને ખૂબજ લાગણી છે અને અમે અહી દિલથી વ્હાલી દિકરીઓનું ભવ્ય ફૂલેકૂ કાઢ્યું છે અને આ વ્હાલી દિકરીઓની અપાર કૃપા અમારા પર છે.

5 8

દીકરીઓનાં આશિર્વાદ જ અમારા માટે ઘણુ બધુ: ચેતનભાઈ પારેખ

ચેતનભાઈ પારેખ યજમાન વ્હાલુડીના વિવાહએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે, અમે આ માત્ર વ્હાલી દિકરીઓ માટે જ કરરીએ છીએ. દિકરીઓનાં આર્શિવાદ અમને મળે એજ અમારી માટે બધુ છે. ભગવાન આ વ્હાલુડી દિકરીઓને સુખી સંપન્ન રાખે એવી અમારી ભગવાન પાસે પ્રાર્થના છે.

6 7

૨૫૦ લોકોની ટીમનો ‘વહાલુડીના વિવાહમાં મહત્ત્વપૂર્ણ ફાળો: ડો. નિદત્ત બારોટ

ડો. નિદતભાઈ બારોટએ અબતક સાથેની વાતચિત કરતા જણાવ્યું હતુ કે, દિકરાનું ઘર વૃધ્ધાશ્રમ એ અનેક સામાજીક ક્ષેત્રે કામગીરી કરે છે. ગત વર્ષથી અમે એવી દીકરીના લગ્નનું આયોજન કરીએ છીએ જેણે પિતા અથવા મા બાપની છત્રછાયા ગુમાવી હોય તેવી દિકરીઓનાં સમૂહ લગ્ન કરાવીએ છીએ. દિકરાના ઘર વૃધ્ધાશ્રમની જે ૨૫૦ માણસોની ટીમ છે. તેઓ આ વ્હાલુડીના વિવાહના તમામ કાર્યોમાં મહત્વનો ફાળો આપ્યો છે. દિકરીઓનો આ શુભ પ્રસંગનો પહેલો દિવસ છે. જેમાં તેઓને ફૂલેકા ‚રૂપે કુંમકુમ પગલા કરાવ્યા છે. આજના દિવસે દાંડીયારાસનું આયોજન કરવામાં આવ્યું છે.

7 5

ઘરના પ્રસંગ જેટલો જ આનંદ અનુભવતા કાર્યકર્તાઓ: કિરીટભાઈ આદ્રોજા

કિરીટભાઈ આદ્રોજાએ અબતક સાથેની વાતચીત કરતા જણાવ્યું હતુ કે, આજે ૨૦ તારીખથી વ્હાલુડીના વિવાહનો ઝાઝરમાન અને ધમાકેદાર શ‚આત થઈ ગઈ છે. આજે ૫૦૦ કાર્યકર્તાની હાજરીમાં ૨૨ વ્હાલુડી દિકરીઓનેપાંચ બગીમાં બેસાડીને તેમના ફૂલેકાનું આયોજન કર્યું. આજે જે આ માહોલ બન્યો તેમાં દિકરીઓ ને તેમના ભાઈ, માતા, પિતા મળી ગયા હોય તેવો સામાજીક માહોલ બન્યો હતો. જાણે ઘરનો પ્રસંગ હોય એવીજ અનૂભૂતિથી ૫૦૦ કાર્યકર્તા આનંદ કરી રહ્યા છે અને આ ૨૨ વ્હાલુડી દિકરીઓ પણ એટલી જ ખુશ અને આનંદીત છે.

8 4

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.