Abtak Media Google News

અબતક,રાજકોટ

રાજકોટ શહેરનાં વિવિધ વિસ્તારોમાં વસવાટ કરતા મુસ્લિમ બિરાદરો દ્વારા બુધવારે ઇદ-એ-ગૌષિયાની શાનો શૌકતથી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ઇદ નિમિતે ઝુલુસ કાઢવામાં આવ્યું હતું. જે શહેરનાં વિવિધ રાજમાર્ગો પર ફરી અને દરગાહ ખાતે પુર્ણ થયેલ હતું. જે અંતર્ગત રાજકોટનાં રૈયા રોડ પર નહેરૂનગર સદગુરૂ તિર્થધામ કોમ્પલેક્ષ પાસેથી એક જુલુસ નિકળ્યુ હતુ.

આ ઝુલુસમાં સુભાષનગર-૮માંથી સરકાર કમિટીના પરવેઝભાઇ કુરેશી, રીઝવાનભાઇ કુરેશી, રમજાનભાઇ કચરા, જુનેદભાઇ કચરા, ફૈઝાને કરબલા કમિટી કમિટી નાણાવટી ચોકના અકબરભાઇ ચૌહાણ, મોહસીનભાઇ શેખ, સીરાજભાઇ સુમરા તેમજ નૂરાનીપરા કમિટીના તોફીકબાપુ બુખારી, રહીશ સુમરા અને ફેઝલ સંધી દ્વારા ઝુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું. જે મુખ્ય માર્ગો ઉપર ફરી અને જંકશન પ્લોટમાં આવેલ ગેબનશાહ પિર દરગાહ ખાતે પુર્ણ થયેલ હતુ અને હઝરત ગેબનશાહ પીરની દરગાહ ખાતે દેશમાં કોમીએકતા-ભાઇચારો કાયમ રહે અને સમગ્ર વિશ્વમાંથી કોરોના નાબૂદ થાય તે માટે ખાસ દુઆ કરવામાં આવી હતી.

આ જુલુસ રાજય સરકારની કોરોનાની ગાઇડલાઇન પ્રમાણે કાઢવામાં આવ્યુ હતુ અને સરકારનાં નિયમોનું ચુસ્તપણે પાલન કરવામાં આવેલ હતું. આ ઝુલુસ મુસ્તુફાભાઇ કચરાની આગેવાની હેઠળ મુસ્લિમ સમાજના અગ્રણી યુનુસભાઇ જુણેજા (લક્કી), હબીબભાઇ ગનીબાપુ કટારીયા, સલીમભાઇ કારીયાણીયા, શૌકતભાઇ કચરા અને મોહમ્મદ અઝહરૂદ્દીનબાપુ જે. કાદરીની દેખરેખ હેઠળ કાઢવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.