Abtak Media Google News

દશેરાના દિને ડુંગર દરબારે મુમુક્ષોના માતા-પિતા દીક્ષા આક્ષા અર્પણ વિધિ કરશે

રાજકોટ રોયલ પાકે સનકવાસી જૈન મોટા સંઘની પાવન અને પવિત્ર ભૂમિ ઉપર ગુજરાત રત્ન પૂ. સુશાંતમુનિ મ.સા.,રાષ્ટ્રસંત પૂ. ગુરુદેવ નમ્રમુનિ મ.સા. સહિત ૭૫ પૂ.સંત-સતીજીઓનું ઐતિહાસિક સમૂહ ચાતુર્માસ જ્ઞાન, દશેન,ચારિત્ર અને તપી ધર્મોલ્લાસ સો પસાર થઈ રહ્યું છે. ચાતુર્માસમાં સેવા, પરોપકાર, જીવદયા, માનવતા, જ્ઞાન શિબિર, યુવા શિબિર, આગમ વાચણી સહિત અનેકવિધ ધમેભીના સુંદર આયોજનો ઈ રહ્યાં છે.

ચાતુર્માસની ફળશ્રુતિ રૂપે એક સો બબ્બે આત્માઓ સંયમ ધમેનો સ્વીકાર કરવા તત્પર બન્યાં છે. મહાવીરનગર સનકવાસી જૈન સંઘના પ્રમુખ કાંતિભાઈ શેઠનીપૌત્રી મુમુક્ષુ ઉપાસનાબેન સંજયભાઈ શેઠ માત્ર ૧૭ વર્ષની ઉંમરે સંસાર, સંબંધો અને અભ્યાસને તિલાંજલી આપી સાધક જીવનની શરૂઆત કરી અને હવે ૨૨ વર્ષની ઉંમરે સંયમજીવન સ્વીકારવા આતુર બની રહ્યાં છે.Dsc 0393

તથા તાજેતરમાં જ ગુજરાત એસ.એસ.સી.બોડેમાં છઠ્ઠા ક્રમાંકે ઉતીણે થયેલ વિધ્યાર્થીની મુમુક્ષુ કુ.આરાધનાબેન મનોજભાઈ ડેલીવાળા માત્ર ૧૬ વર્ષની ઉંમરે ભૌતિક કેરિયર બનાવવાને બદલે આત્મિક કેરિયર બનાવવા આ બન્ને આત્માઓ સંસારને અલવીદા કરી પ્રભુ મહાવીરનો કઠિનતમ ત્યાગ માગે અંગીકાર કરવા તત્પર બન્યાં છે.

જેનો દીક્ષા આજ્ઞા અર્પણ અવસર  જેડુંગર દરબારના આંગણે ગુજરાતરત્ન પૂ.સુશાંતમુનિ મ.સા. તથા રાષ્ટ્રસંત પૂજ્ય ગુરુદેવ નમ્રમુનિ મ.સા. આદિ ૭૫ સંત-સતીજીઓના શુભ સાંનિધ્યે તા.૧૮ના ગુરુવાર સવારના ૦૯.૩૦ કલાકે યોજાશે.

આ અવસર પર અહોભાવપૂર્વક દીક્ષા આજ્ઞા પત્રિકાની પધરામણી કરાવવામાં આવશે. માતા-પિતા દીક્ષા સંમતિ પત્ર રૂપ આજ્ઞા પત્રિકા અર્પણ કરશે.

આજ્ઞા અપેણ વિધિના વૈરાગ્યમય અવસરે રાજકોટમાં બીરાજમાન પૂ.સંત – સતિજીઓ,રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના સંઘોના પ્રતિનિધીઓ તા વિશાળ પ્રમાણમાં સંયમ પ્રેમી ભાવિકો ઉપસ્થિતિ રહી પ્રભુના ત્યાગ માગેની ભૂરી – ભૂરી અનુમોદના કરશે. આ અવસરે સંયમ ભક્તિના સૂરો રેલાવવા સંગીતકાર હાર્દિકભાઈ શાહ પધારશે. વિશેષમાં દશેરાના આ મંગળ અવસરે ગત ૨૩ સપ્ટેમ્બરના આયોજિત કરવામાં આવેલા નવકાર મંત્રના કપલ જાપમાં ઉપસ્તિ રહેલા ભાવિકોને દીર્ક્ષાીઓના શુભ હસ્તે નવકાર મંત્રની રત્નજડિત ફ્રેમ અર્પણ કરવામાં આવશે.

દીક્ષા આજ્ઞા અર્પણના આ અવસરે જેઓએ પૂર્વ ભારતના ઝારખંડ જેવા પછાત વિસ્તારમાં આદિવાસી સમાજને વ્યસનમુક્ત કરીને ધર્મનો બોધ પમાડ્યો અને જેઓના નામી પેટરબારમાં નિશુલ્ક નેત્ર ચિકિત્સા હોસ્પિટલ ચાલે છે તેવા જ્ઞાનનાં શિખર સમાન, નેત્ર જ્યોતિપ્રદાતા, ગોંડલગચ્છ શિરોમણીપૂ. જયંતમુનિ મ.સા.ની જન્મ સ્મૃતિ અવસરનું પણ આયોજન કરવામાં આવ્યું છે.આ અવસરનો રાજકોટના  સંઘોમાં આનંદ ઉભરાઈ રહ્યો છે અને એ લાભ લેવા દરેક ભાવિકોને આમંત્રણ આપવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.