Abtak Media Google News

પવિત્ર પુરૂષોત્તમ માસમાં પણ મહિલાઓએ રામવનમાં વનભોજન માટે જવાની તસ્દી ન લીધી

 

કોર્પોરેશન દ્વારા શહેરની ભાગોળે રામાયણની થીમ પર ભવ્યાતીભવ્ય રામવનનું નિર્માણ કરવામાં આવ્યું છે. ગત વર્ષે સાતમ-આઠમના તહેવારોમાં રાજકોટવાસીઓ માટે રામવનનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. દરમિયાન હાલ જોઇએ તેટલી સુવિધા ન હોવાના કારણે રામવનમાં મુલાકાતીઓની સંખ્યામાં સતત ઘટાડો નોંધાયો રહ્યો છે. છેલ્લા બે મહિનામાં રામવનમાં માત્ર 29,182 લોકોએ જ મુલાકાત લીધી હોવાનું જાણવા મળી રહ્યું છે.

લોકાર્પણ બાદ શરૂઆતના દિવસોમાં મોટી સંખ્યામાં શહેરીજનો રામવનની મુલાકાતે આવતા હતા.દરમિયાન અહિં પર્યાપ્ત સુવિધા ઉપલબ્ધ નથી. આટલું જ નહિં રામવનમાં ચાલવું પણ વધુ પડતું હોવાના કારણે લોકો અહિં જવાનું ટાળે છે.અધિકમાસ અર્થાત પુરૂષોત્તમ માસમાં વનભોજનનું વિશેષ મહત્વ રહેલું છે.

પરંતુ રામવનમાં સુવિધાના અભાવે મહિલાઓએ વનભોજન માટે રામવનની પસંદગી કરવાનું ટાળ્યું હતું. બે મહિનામાં માત્ર 29,182 લોકોએ રામવનની લેતા રૂ.5.42 લાખની આવક થવા પામી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.