Abtak Media Google News

ડો.આંબેડકરની ૧૨૬મી જન્મજયંતિ અને ભીમા કોરેગાવ ક્રાંતિ સંઘર્ષના ૨૦૦ વર્ષ નિમિતે ડો.આંબેડકરની વિચારધારાનો પ્રચાર-પ્રસાર

વિશ્ર્વ રત્ન ડો.બાબા સાહેબ આંબેડકરની ૧૨૬મી જન્મજયંતિ અને ભીમા કોરેગાંવના ક્રાંતિ સંઘર્ષના ૨૦૦ વર્ષના અવસર નિમિતે ભારત મુકિત મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ વામન મેશ્રામની અધ્યક્ષતામાં ડો.બાબા સાહેબની વિચારધારા પર ચાલવા અને પ્રચાર-પ્રસાર અંગે આવતીકાલે સાંજે ૭ કલાકે અરવિંદ મણીયાર હોલ ખાતે વિશેષ પ્રબોધન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંગે ભારત મુકિત મોરચાના સભ્યોએ ‘અબતક’ મિડીયા હાઉસની મુલાકાત લીધી હતી.

કાર્યક્રમની વિસ્તૃત માહિતી ભારત મુકિત મોરચાના પ્રમુખ દેવેન બેડવાએ જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લા રાજય સ્તરીય વિશેષ પ્રબોધન સંમેલનમાં ડો.બાબા સાહેબ આંબેડકરનો જયજયકાર ન કરતા તેમના વિચારોનું અમલીકરણ થાય તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ડો.રાહુલ ગોંડલીયા, ડો.સુનિલ જાદવ, ડો.ધર્મેશ ગોહેલ, પ્રો.રમેશ ડાંગર, મનિષ ઓડેદરા, મણિભાઈ પટેલ, ઈસ્માઈલ દલ, ગોરધનભાઈ સરવૈયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. તેમ તેમણે અંતમાં કહ્યું હતું. આ તકે રમેશ બેડવા, નિલેશ બથવાર, કાંતિ મકવાણા અને કાનજીભાઈ પરમાર સહિતનાઓ અબતકની મુલાકાત લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.