Abtak Media Google News

ત્રિ-દિવસીય ધમોત્સવની તડામાર તૈયારીઓ હજારો સેવકો કામે લાવ્યા

જ્યાં ભુખ્યાઓ ને ભોજન સાથે અલખધણી ની અહાલેક જાગે છે તેવી સૌરાષ્ટ્ર ની અતિ પ્રાચિન અને પાવન પરબ ની જગ્યા માં આગામી તા 20  અષાઢીબીજ મહોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.ત્રણ દિવસનાં ધાર્મિક મહોત્સવની અદભુત વ્યવસ્થા માટે પરબધામનાં મહંત સંત પુ.કરશનદાસબાપુનાં માર્ગદર્શન હેઠળ હજારો સેવકો કામે લાગ્યા છે.અતિ પ્રાચિન એવી પરબની જગ્યા માં સરભંગ રુષીનો ધુણો દતાત્રેય મહારાજ દ્વારા ચેતન કરાયો હતો.

Advertisement

ત્યારબાદ આ પાવન ભુમિ પર દેવીદાસબાપુ તથા અમરમાઁ એ રકતપિતની મહામારીમાં પીડાતા લોકોને આશરો આપી સેવા સાથે નવુ જીવન આપ્યુ હતુ. એ સમય માં જોળી દ્વારા રોટલો ઉઘરાવી ભુખ્યાઓ ને ભોજનની પરંપરા સદીઓ પછી પણ આજે બરકરાર છે.પરબધામ નાં અન્નક્ષેત્ર માં ભુખ્યાઓને ગમે ત્યારે ભોજન મળી રહે છે.તો દિન દુખીઓ ને સાત્વના સાથે આશિર્વાદ મળી રહે છે.

અષાઢીબીજ મહોત્સવ માં અંદાજે 25 લાખ થી વધુ શ્રધ્ધાળુઓ પરબધામ ઉમટી પડે છે.અમદાવાદ, વડોદરા,સુરત, મુંબઈ સહિત અને વિદેશ થી પણ લોકો અષાઢીબીજ મહોત્સવ માં દર્શન નો લાભ તથા ભોજન પ્રસાદ મેળવી ધન્યતા અનુભવે છે.

મહોત્સવને લઈને આંબાવાડી માં ભોજન વ્યવસ્થા ઉભી કરાઇ છે.અષાઢીબીજ મહોત્સવ માં ત્રણ દિવસ સાંસ્કૃતિક મેળા નુ આયોજન થતુ હોય ફજત, ચકરડી સહિત ની રાઇડસ તથા ખાણીપીણી ના સ્ટોલ તૈયાર થઈ રહ્યા છે.

ચમત્કાર ગણો કે ભાવિકો નુ સ્વયંમ શિસ્ત, અષાઢીબીજ મહોત્સવ માં પ્રતિ વર્ષ લાખો લોકો ઉમટતા હોય છે પરંતુ ક્યારેય કોઈ અનિચ્છનીય ઘટના બની નથી.મહોત્સવ દરમિયાન સૌરાષ્ટ્ર ગુજરાત નાં જાણીતા ભજનીકો દ્વારા દરરોજ રાત્રે ભજન ની અહાલેક જગાવાય છે. અષાઢી બીજ તા.20 ના પરબધામ માં સવાર થીજ હોમ હવન યજ્ઞ શરુ થશે.વહેલી સવારે પુ. શકરશનદાસ બાપુ નાં હસ્તે ધ્વજારોહણ કરાશે. અષાઢીબીજ મહોત્સવ માં આવતા શ્રધ્ધાળુઓ ને કોઈ પરેશાની ના ભોગવવી પડે તે માટે પુ.કરશનદાસબાપુ જાત દેખરેખ હેઠળ આયોજન ને આખરી ઓપ આપી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.