Abtak Media Google News

લોકોના જાન અને માલના રક્ષણની જવાબદારી નિષ્ઠાથી નિભવવાના બદલે વર્દી પહેરી એટલે ગુના આચરવાનો પરવાનો?

ગુના આચરવા માટે રાજકારણ અને પોલીસમાં ભરતી થવાનું સમજનાર સમાજ માટે જોખમ‚પ

સામુ જોવાના પ્રશ્ર્ને હત્યા થાય તે ગળે ઉતરે તેવી વાત નથી: ડીસીપી મનોહરસિંહ જાડેજા

સમાજની સેવા કરવા માટે રાજકારણમાં આવતા અને લોકોના જાન અને માલના રક્ષણ માટે પોલીસમાં ભરતી થવાના ઉદેશનો ઉલાળ્યો કરી ગુના આચરવા માટે જ રાજકારણ અને પોલીસમાં આવતું જરૂરી હોય તેમ સમજી લોકોને કંઇ રીતે ખંખેરવા અને પોતે આચરેલા ગુના કંઇ રીતે છુપાવવા તેમજ વર્દીની આડમાં કંઇ રીતે ગુના આચરી ધનપતિ બનવું તેવી પોલીસની છબી બની રહી છે. પોલીસ દ્વારા જ કેટલાક ગંભીર ગુના આચરવામાં આવતા હોવા અંગે ‘અબતક’ સાથેની વાતચીતમાં ડીસીપી ઝોન-૨એ પોલીસમાં શિસ્તનો અભાવ હોવાનું સ્વીકારી પોલીસ સ્ટાફને શિસ્તના પાઠ ભણાવવા જરૂરી બન્યાનું કહ્યું હતું.

ઇન્દિરા સર્કલ પાસે કાઠી યુવાનની બે પોલીસમેને કરેલી હત્યાની ઘટનાને કમનસીબ ગણાવી પોલીસમાં રહેલા કેટલાક ગુંડા છાપ પોલીસના કારણે બધા પોલીસની છબી ખરડાતી હોય છે. લોકોના જાન માલના રક્ષણ કરવાના બદલે હત્યા સુધીની ઘટના બને ત્યારે આવા પોલીસ સ્ટાફ સામે કડક કાર્યવાહી કરી પોલીસ ગુનો કરતા સો વખત વિચાર કરે તે પ્રકારની કાર્યવાહી કરી કાયદાના જાણકારને કાયદાના પાઠ ભણાવવા જરૂરી બન્યાનું ડીસીપી મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું.

રાજકોટ ડીસીપી તરીકે મનોહરસિંહ જાડેજાએ ચાર્જ સંભાળ્યા બાદ ડીસીપ્લીનનું પાલન ન કરતા ત્રણથી ચાર પોલીસ સામે કડક કાર્યવાહી કરી છે તેમ છતાં ગતરાતે બે પોલીસમેને કુલદીપની કરેલી હત્યાથી તેની સામે કડક કાર્યવાહી કરવાનો પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે આદેશ કર્યો છે. પોલીસમેન વિજય અને ડાંગર અને હીરેન ખેરડીયા સામે ખૂનનો ગુનો નોંધવામાં આવ્યાનું અને બંને હવે પોલીસ નહી પણ ગુનેગાર જ છે. તેની સામે એક હત્યાના ગુનેગારની જેમ જ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે તેમ ડીસીપી મનોહરસિંહ જાડેજાએ કહ્યું હતું.

પોલીસ સ્ટાફ ડીસીપ્લીન અને ફરજનું ચુસ્ત પાલન કરે તે માટે ઉચ્ચ પોલીસ અધિકારી દ્વારા ખાસ ધ્યાન આપશે અને શિસ્ત માટે પરેડ ફરજીયાત બનાવી પોલીસની કામગીરીનું સુપરવિઝન કરવામાં આવશે તેમજ પોલીસને સોપવામાં આવેલી ફરજ યોગ્ય રીતે બજાવે છે કે કેમ તેની ટેકનીકલ રીતે સ્થળ હાજરી સહિતનું ચેકીંગ કરી પોલીસ પબ્લીક માટે કામ કરે છે કે કેમ તે અંગે પણ સરપ્રાઇઝ ચેકીંગ કરી પોલીસમાં શિસ્ત લાવવાના પ્રયાસ કરવામાં આવશે તેમ ડીસીપી મનોહરસિંહ જાડેજાએ કહ્યું હતું.

જસદણના કુલદીપ નામના યુવાનની થયેલી હત્યા પાછળ સામું જોવાનું કારણ બતાવવામાં આવી રહ્યું છે તે પણ ખરેખર ગળે ઉતરે નહી તેમ છે. હત્યાના ગુનામાં સંડોવાયેલા બંને પોલીસમેન સહિતના શખ્સોની ધરપકડ થયા બાદ જ હત્યા પાછળ જવાબદાર કારણ શું હતું તે અંગેની વિગતો બહાર આવે તેમ છે. હત્યામાં સંડોવાયેલા શખ્સોને ઝડપી લેવા પોલીસની જુદી જુદી ટીમ બનાવી છે.

કુલદીપની હત્યાના પગલે કાઠી અને કરણીસેના દ્વારા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલને રજૂઆત કરવામાં આવી હતી. પોલીસ જ ભક્ષક બન્યાના આક્ષેપ કરવામાં આવ્યા હતા તેમજ ગાંધીના ગુજરાતમોં લુખારાજ, આચાર સહિતા સમયે જ હથિયાર કયાંથી આવ્યા અને પોલીસે છરી રાખવાની કેમ ફરજ પડી સહિતના મુદે ઉગ્ર રજૂઆત કરી હતી. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે હત્યાના ગુનામાં સંડોવાયેલા બંને પોલીસ સામે ગુનેગાર જેવો વ્યવહાર કરવામાં આવશે અને તાકીદે ધરપકડ કરી કડક કાર્યવાહી કરવાની ખાતરી આપતા કુલદીપભાઇનો મૃતદેહ પરિવારજનોએ સંભાળી અંતિમ વિધી માટે તેમના વતન લઇ જવામાં આવ્યો હતો.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.