Abtak Media Google News
રાજકોટ ધોરાજીની કોંગ્રેસ સાશિત નગરપાલિકામાં સેનીટેશન શાખાના ચેરમેન હનીફ કાદરમીંયા સૈયદએ ચેરમેન પદેથી રાજીનામું ધરી દેતાં ચકચાર મચી જવા પામી હતી.ધોરજી નગરપાલિકામાં ખાતરમાં લાલીયાવાડી અને  લોકોના આરોગ્યની પ્રશ્ર્નોની સેનીટેશન શાખાના અનેક ચેરમેનની રજૂઆતો ખૂદ નગરપાલિકાના અધિકારીઓ ગણકારતા ન હોવાથી તંગ આવેલા પાલિકાના ચેરમેને રાજીનામું આપ્યું હોવાના આક્ષેપો કર્યા છે.
Aaaઆ સાથે જ તેમણે અધિકારીઓના ખાતર મા લાલીયાવાડી ની તપાસની માંગ સાથે અન્ય લોક સુખાકારીના કામો ન થતાં હોવાથી તપાસની માંગ કરી છે ધોરાજી માં હાલ 35 જેટલાં નગરપાલિકા ના નાનાં મોટાં મુતરડી અને સંડાસ આવેલ છે જેને ભુગર્ભ ગટર સાથે જોડવાનું કામગીરી નથી કરી જેથી તેનાં ગંદા પાણી રોડ પર નિકાલ ન થતા નિકળે છે અને ભુતનાથ મંદિર પાસે પણ ગંદકી ના સફાઈ થતાં ત્યા પણ ગંદકી નુ સામ્રાજ્ય જોવાં મળે છે.
આવી અનેક રજુઆત હનીફ ભાઇ કાદર મીયાં સૈયદ ચેરમેન એ અધિકારી ને મૌખિક કરેલ પણ અધિકારી એ આવી રજુઆત ને ગણકારી નથી એવુ જણાવેલ બોડી કે પ્રમુખ તરફથી વાંધો નથી પણ જવાબદાર અધિકારી તરફથી વાંધો હતો જેથી કોંગ્રેસ સાશિત નગરપાલિકામાં સેનીટેશન શાખાના ચેરમેને ચેરમેન પદેથી રાજીનામું ધરી દીધું હતુ.
અને હાલ કદાચ હજું અન્ય કોઈ અસંતોષ બહાર આવે તો નવાઈ નહી ધોરાજી ભાજપના અગ્રણી એવાં  જયસુખભાઇ ઠેસીયાએ પણ ધારાસભ્ય સામે તીર તાકતા લોકોને પાણી આપવા સહિતની લોકસુખાકારીની કામગીરીમાં ધોરાજી નગરપાલિકા  ઉણીં ઉતરી હોવાનું જણાવ્યું હતું…

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.