Abtak Media Google News

કાચા રોડ પર બાઇક પર આવેલી બેલડીએ કમિશન એજન્ટના આંખમાં મરચું છાંટી લુંટ ચલાવી લુંટારૂઓ કાનાલુસના માર્ગ તરફ નાશી ગયા

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના રંગપુર ગામ પાસે કાચા રસ્તા ના રોડ પર રૂપિયા 20 લાખની લૂંટની ઘટના બનતાં ભારે સનસનાટી મચી ગઈ છે. રંગપુર ગામના કમિશન એજન્ટ દ્વારા 20 લાખ ની રકમ વેપારીને નાણાં ચૂકવવા માટે પોતાના ઘેરથી બાઈક પર નીકળ્યા પછી રસ્તામાં તેની આંખમાં મરચાની ભૂકી છાંટી રોકડ લઈ લૂંટારૂઓ છુમંતર થયા હતા, પોલીસ તંત્ર દ્વારા સમગ્ર જિલ્લામાં નાકા બંધી કરાઈ છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના રંગપુર ગામમાં રહેતો અને કમિશન એજન્ટ તરીકે કામ કરતો અવેશ દોસ્ત મહમદ ખીરા નામનો યુવાન કે જે સોમવારે બપોરે પોણા ત્રણેક વાગ્યાના અરસામાં પોતાના ઘેરથી જામનગરના વેપારીને ચૂકવવા માટેની રૂપિયા 20 લાખની રોકડ રકમ લઈને રંગપુર ગામના કાચા રસ્તે થઈને મુખ્ય હાઈવે રોડ તરફ આવી રહ્યો હતો.

જે દરમિયાન ડબલ સવારી બાઈકમાં બે અજાણ્યા શખ્સો આવ્યા હતા, જેમાં એક 40 વર્ષનો અને બીજો 28 વર્ષની વય નો હતો, અને બાઈકના નંબર પ્લેટ જોઈ શકાય ન હતા.

પરંતુ બંને શખ્સોએ સૌપ્રથમ અવેશ ની આંખમાં મરચા ની ભૂકી છાટી દીધી હતી જેથી તેની આંખો બંધ થઈ ગયા પછી પોતે  માર્ગ પર નીચે પટકાઈ પડ્યો હતો.

દરમિયાન બંને લુટારુઓ 20 લાખની લૂંટ ચલાવી ત્યાંથી ભાગી છુટ્યા હતા. તે સમગ્ર મામલા અંગે પોલીસને જાણ કરાતાં આ અંગેની માહિતી જિલ્લા પોલીસ વડાને આપવામાં આવી હતી.

જેથી  જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ દ્વારા સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરી દેવામાં આવી હતી. જામનગરની એલસીબી ની ટીમ અને એસઓજી ની ટુકડી પણ લૂટારુંઓ  ને શોધી કાઢવા માટે જોડાઈ હતી, અને આસપાસના વિસ્તારોને ખૂંદી વળ્યા હતા.

પરંતુ લુંટારુઓનો કોઈ પત્તો સાંપડ્યો ન હતો. જેથી પોલીસ દ્વારા બંનેની શોધખોળ ચલાવવામાં આવી રહી છે, જ્યારે મેઘપર પોલીસ મથકમાં આ બનાવ અંગે ગુનો નોંધવા પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે લૂંટની ઘટનાથી જામનગર પંથકમાં ભારે સનસનાટી મચી ગઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.