Abtak Media Google News

ગેરેજ પાસે મશ્કરી  કરવાની ના પાડતા ત્રણ શખ્સો લોખંડના પાઈપ વડે તુટી પડયા

જામનગરમાં જોલી બંગલા પાસે ગેરેજ ચલાવતા  એક યુવાન પર ઠઠ્ઠા મશ્કરી કરવાની ના પાડતાં અંગેની તકરારમાં ધોકા વડે હુમલો કરી અસંખ્ય ફેક્ચર કરી નાખ્યા ની ફરિયાદ નોંધાવાતા ભારે ચકચાર જાગી છે.

પોલીસમાં જાહેર કરાયા જામનગર તાલુકાના ગોરધનપર ગામનો વતની અને જામનગરમાં જોલી બંગલા વિસ્તારમાં અજય ઓટો સર્વિસ નામનું ગેરેજ ધરાવતો અજય અમૃતલાલ સોનગરા ગેરેજમાં કામ કરી રહ્યો હતો. ગેરેજ ની બાજુમાં જ બાઈક પર બેસીને કેટલા શખ્સો ઠઠા મશ્કરીકરી રહ્યા હતા જેથી ગેરેજ સંચાલકે મશ્કરી કરવાની ના અને અહીંથી ચાલ્યા જવાનું જણાવતા આ આરોપી હેમત ભાનુશાલી ઉશ્કેરાયો હતો, અને પોતાના અન્ય બે સાવિત્રી બોલાવી લઇ લોખંડ ધોકા પડે ફરિયાદી યુવાન પર જીવલણ હુમલો કરી દીધો હતો. જેને ગંભીર પ્રકારની ઇજાઓ થઈ હતી, અને નાકના ભાગે તેમજ અન્ય જુદા જુદા ભાગોમાં ફેકટર થયા  છે ઉપરાંત તેને માથાના ભાગે ઈજા થઈ હોવાથી સાત ટાંકા લેવા પડ્યા છે, જ્યારે કાનમાં પણ ગંભીર ઇજા થઈ હોવાથી કાનમાં પાંચ ટાંકા લેવા પડ્યા છે,

પોલીસે હુમલાખોર આરોપી હેમંત ભાનુશાળી અને તેના બે સાગરીતો સામે હુમલા અંગેની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધી ત્રણેય ની શોધખોળ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.