Abtak Media Google News

પ્લોટ ખાલી કરવાની ધમકી આપી બન્ને પટેલ યુવાનોના હાથ-પગ ભાંગી નાખ્યા ત્રણ દિવસ પૂર્વે પણ પ્લોટ માલિક પર ભૂમાફીયાએ છરી વડે હુમલો કર્યો’તો

શહેરના માંડા ડુંગર વિસ્તારમાં આવેલા આરતી ઈન્ડસ્ટ્રીઝ શેરી નં.૩માં ખુલ્લા પ્લોટમાં ચણતર કામ કરવા બાબતે  ૨ યુવાનો પર ભૂમાફિયા સહિત ૮ શખ્સોએ ધોકા અને પાઈપ વડે હુમલો કરી હાથ-પગ ભાંગી નાખી નાશી છુટતા આજી ડેમ પોલીસ દોડી ગઈ હતી. ઘવાયેલા બન્ને યુવાનોને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્રણ દિવસ પૂર્વે જમીનનો કબજો ધરાવતા પટેલ યુવાન ઉપર પણ આ ભૂમાફીયાની ટોળકીએ હુમલો કર્યો હતો. ખુલ્લો પ્લોટ પચાવી પાડવાના ઈરાદે ચાર દિવસમાં બે હુમલાની ઘટના નોંધાતા પોલીસની કામગીરી સામે સવાલો ઉઠવા પામ્યા હતા.

Advertisement

પ્રાપ્ત વિગતો મુજબ માંડા ડુંગર પાસે આવેલી આરતી ઈન્ડસ્ટ્રીઝ શેરી નં.૩માં ૭૫૬ વારના ખુલ્લા પ્લોટમાં બેંકબોન સોસાયટીમાં રહેતા અને ખેતીકામ કરતા નિલેશ રામજી સગપરીયા (ઉ.૪૯), ગોવર્ધન સોસાયટીમાં રહેતા મયુર મગન પટેલ (ઉ.૩૭) બન્ને પિતરાઈ બંધુ પ્લોટમાં દિવાલનું ચણતર કામ કરાવી રહ્યાં હતા ત્યારે ખુલ્લા પ્લોટનો વિવાદ ઉભો કરી, ચણતર કામ બંધ કરાવવા માટે ભૂમાફિયા જયસુખ જોગવા, સિધ્ધાર્થ ડાંગરની ભાડુઆતી ગેંગે ઝઘડો કર્યો હતો. બન્ને

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.