Abtak Media Google News

સ્વ. રાદડીયાના પુત્ર લલિતભાઇની પ્રેરક ઉ૫સ્થિતિ

૩૦૩ આગેવાનો, કાર્યકરોએ કર્યુ રકતદાન

સૌરાષ્ટ્રના છોટે સરદાર, સહકારી ક્ષેત્રના ભીષ્મ પિતામહ અને પૂર્વસાંસદ સ્વ. વિઠ્ઠલભાઇ રાદડીયાની પ્રથમ પુણ્યતિથિ નીમીતે કાલાવડ સરદાર પટેલ યુવા સંગઠન દ્વારા કાલાવડ લેઉઆ પટેલ સમાજ ખાતે મહારકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતુઁ.

આ મહારકતદાન કેમ્પનાં સ્વ. વિઠ્ઠલભાઇ રાદડીયાના પુત્ર અને રાજકોટ જિલ્લા સહકારી બેન્ક ડાયરેકટર લલીતભાઇ રાદડીયાએ પણ ખાસ હાજરી આપી શ્રઘ્ધા સુમન અર્પણ કર્યા હતા. તેમજ રકતદાન કેમ્પનું આયોજન કરવા બદલ સરદાર પટેલ યુવા સંગઠનના કાર્યકર્તાઓનો આભાર માન્યો હતો.

આ કેમ્પમાં કાલાવડ લેઉવા પટેલ સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. અને ૩૦૩ કાર્યકર્તા આગેવાનોએ રકતદાન કરી સ્વ. વિઠ્ઠલભાઇ રાદડીયાને શ્રઘ્ધાસુમન અર્પણ કર્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન કોવિડ-૧૯ નું ચુસ્તપણે પાલન કરવામાં આવ્યું હતું. છોટે સરદાર સ્વ. વિઠ્ઠલભાઇ રાદડીયાની પ્રથમ પુણ્યતિથિ નીમીતે યોજાયેલ આ મહા રકતદાન કેમ્પને સફળ બનાવવા સરદાર પટેલ યુવા સંગઠનના પ્રમુખ કિર્તીભાઇ કપુરીયા, ઉપપ્રમુખ મિલનભાઇ મુંગરા, ખજાનચી જીગ્નેશભાઇ રામાણી, મંત્રી ઉમંગભાઇ રાખોલીયા, સહમંત્રી સુમીતભાઇ ફળદુ, સંગઠનમંત્રી રાજુભાઇ સાવલીયા, સંગઠન સહમંત્રી કાન્તિભાઇ વસોયા, કમીટી પ્રમુખ યોગેશભાઇ ફળદુ, કમીટી ઉપપ્રમુખ સુરેશભાઇ ફળદુ, કમીટી મેમ્બર ડિકેનભાઇ તાળા, ચીરાગભાઇ ફળદુ, ખુશાલભાઇ વસોયા, સહિતના લેઉવા પટેલ સમાજના આગેવાનોએ જહેમત ઉઠાવી હતી.

આ મહારકત દાન કેમ્પમાં જામનગર જી.જી. હોસ્પિટલના વિભાગ દ્વારા સેવા આપવામાં આવી હતી અને તમા બ્લડ જી.જી. હોસ્પિટલે પહોચાડવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.