Abtak Media Google News

સ્નાતક અભ્યાસક્રમ કરી રહેલા 60 વિદ્યાર્થીઓને  ચાર લાખનું અનુદાન મળશે, જ્યારે અનુસ્નાતક અભ્યાસક્રમ કરી રહેલા 40 વિદ્યાર્થીઓને છ લાખનું અનુદાન અપાશે

અબતક,રાજકોટ

ભારતની આવતીકાલના પ્રતિભાશાળી ટેકનોલોજી વિકસાવનારી પ્રતિભાઓને તૈયાર કરવાના હેતુસર શરૂ કરવામાં આવેલી રિલાયન્સ ફાઉન્ડેશન સ્કોલરશિપ માટે અરજી કરવાની શરૂઆત થઈ ગઈ છે. રિલાયન્સ ફાઉન્ડેશન ભારતના 100 તેજસ્વી સ્નાતક અને અનુસ્નાતક વિદ્યાર્થીઓને ઉદાર અનુદાન પુરસ્કાર અને ઘનિષ્ઠ વિકાસ કાર્યક્રમમાં જોડવા માટે પસંદ કરશે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, કમ્પ્યુટર સાયન્સ, ગણિત અને કમ્પ્યુટિંગ અને ઈલેક્ટ્રીકલ અને/અથવા ઈલેક્ટ્રોનિક્સ એન્જીનિયરીંગમાં ડીગ્રી પ્રોગ્રામ ચલાવતી ભારતભરની સંસ્થાઓમાંથી પ્રથમ વર્ષના સ્નાતક અને અનુસ્નાતક વિદ્યાર્થીઓ અરજી કરવા પાત્ર છે. રિલાયન્સ ફાઉન્ડેશન પણ આ તેજસ્વી વિદ્વાનોને એક અસાધારણ સર્વગ્રાહી વિકાસ કાર્યક્રમ માટે તૈયાર કરશે અને ટેકો આપશે, જેમાં નિષ્ણાતો સાથે આદાન-પ્રદાન, ઉદ્યોગોની મુલાકાતો અને સ્વયંસેવી તકોનો સમાવેશ થાય છે. અરજી કરવા માટે કોઈ પ્રવેશ ફી નથી.

રિલાયન્સ ફાઉન્ડેશન શિષ્યવૃત્તિ દ્વારા, 60 જેટલા અંડરગ્રેજ્યુએટ પ્રત્યેક વિદ્યાર્થીને રૂ. ચાર લાખ સુધીની ગ્રાન્ટ મળશે. જ્યારે 40 અનુસ્નાતક વિદ્યાર્થીઓને તેમની ડિગ્રીના સમયગાળા માટે પ્રત્યેકને રૂ. 6 લાખ સુધી પુરસ્કાર આપવામાં આવશે. આ કોર્પોરેટ ફાઉન્ડેશન દ્વારા વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ સામાજિક કાર્યો માટે ટેક્નોલોજી તૈયાર કરવાના હેતુથી એવોર્ડ મૂલ્યમાં સૌથી મોટા શિષ્યવૃત્તિ કાર્યક્રમોમાંનો એક બનાવે છે. વધુમાં વિદ્યાર્થીઓ, અગ્રણી વૈશ્વિક નિષ્ણાતો સાથે વાર્તાલાપ કરવા, માર્ગદર્શન, ઇન્ટર્નશીપ, વોલેન્ટિયરશિપ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના મજબૂત નેટવર્ક સાથે આદાન-પ્રદાન અને અનેકવિધ પ્રવૃત્તિઓ માટે માટે અરજી કરવાની મૂલ્યવાન તકો મેળવશે.2021માં, 76 પ્રથમ વર્ષના સ્નાતક અને અનુસ્નાતક વિદ્યાર્થીઓને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (અઈં) અને કમ્પ્યુટર સાયન્સમાં પ્રથમ રિલાયન્સ ફાઉન્ડેશન શિષ્યવૃત્તિ આપવામાં આવી હતી. રિલાયન્સ ફાઉન્ડેશનના વિદ્વાનો સમગ્ર ભારતમાં 14 રાજ્યોનું પ્રતિનિધિત્વ કરતી દેશની ટોચની વિજ્ઞાન અને ઇજનેરી સંસ્થાઓમાંથી 21માંથી પસંદ કરેલ પાત્ર ડિગ્રીઓમાં પૂર્ણ-સમયની નોંધણી કરે છે. વિદ્વાનોના આ પ્રથમ સમૂહે ઉદ્યોગના નિષ્ણાતો સાથે વ્યવસાયિક રીતે વૃદ્ધિ કરતા ઘણા સત્રોમાં ભાગ લીધો છે.

રિલાયન્સ ફાઉન્ડેશન શિષ્યવૃત્તિ એક સખત અને સ્પર્ધાત્મક પસંદગી પ્રક્રિયા દ્વારા ભારતના તેજસ્વી વિદ્યાર્થીઓને પસંદ કરશે, જેમાં અગ્રણી ભારતીય અને આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોની પેનલ સાથે ઓનલાઈન અરજી અને ઈન્ટરવ્યુનો સમાવેશ થાય છે. શિષ્યવૃત્તિ યોગ્યતાના આધારે આપવામાં આવશે અને તમામ સામાજિક-આર્થિક પૃષ્ઠભૂમિના અરજદારોને અરજી કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.શિષ્યવૃત્તિ એ રિલાયન્સ ફાઉન્ડેશનના પ્રારંભિક બાળપણથી ઉચ્ચ અભ્યાસ સુધીના વિશ્વ કક્ષાના શિક્ષણની પહોંચ વિકસાવવા અને બહેતર બનાવવા માટેના નિરંતર પ્રયાસોનો એક ભાગ છે. રિલાયન્સ ફાઉન્ડેશન શાળાઓ દર વર્ષે 14,000 વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરે છે, જ્યારે ધીરુભાઈ અંબાણી શિષ્યવૃત્તિ હેઠળ વર્ષ 1996થી 12,500થી વધુ શિષ્યવૃત્તિઓ પૂરી પાડી છે, જેમાં વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે મેરિટ-કમ-મીન્સ ધોરણે ઉચ્ચ શિક્ષણ મેળવવાનો સમાવેશ થાય છે. જિયો ઇન્સ્ટિટયૂટ વિશ્વ કક્ષાની બહુ-શિસ્ત ઉચ્ચ શિક્ષણ અને સંશોધન સંસ્થા બનવા માટે તૈયાર છે. શિક્ષણ એ રિલાયન્સ ફાઉન્ડેશનના કાર્યના મૂળમાં છે, એવી માન્યતા સાથે કે આવતીકાલના યુવા નેતાઓને કુશળતા, જ્ઞાન અને તકો સાથે વિકસિત અને સશક્ત બનાવવાથી મજબૂત ભારતનું નિર્માણ થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.