Abtak Media Google News

કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ સહિતના મહાનુભાવો રહેશે ઉપસ્થિત

સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિસિપલ કમિશ્નર અમિત અરોરા, બાંધકામ સમિતી ચેરમેન કેતનભાઈ પટેલ, લાઈટીંગ કમિટી ચેરમેન જયાબેન ડાંગર, આરોગ્ય સમિતી ચેરમેન રાજેશ્રીબેન ડોડીયા, હાઉસિંગ કમિટી ચેરમેન વર્ષાબેન રાણપરા એક સંયુક્ત યાદીમાં જણાવે છે કે,  આવતીકાલે રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેરી વિકાસ સતા મંડળના વિવિધ કામોનું લોકાર્પણ તથા ખાતમુર્હુત રાજ્યના  મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાશે.

આ અવસરે રાજ્યના કૃષિ પશુપાલન, મત્સ્યોદ્યોગ, ગૌસંવર્ધન, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ્ય વિકાસ વિભાગના તથા રાજકોટ જિલ્લના માન.પ્રભારીમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ તેમજ   સામાજીક ન્યાય અને અધિકારિતા, મહિલા અને બાળ કલ્યાણ વિભાગના શ્રીમતી ભાનુબેન બાબરીયાની પ્રેરક ઉપસ્થિતિ રહેશે. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર ડો.પ્રદિપ ડવ ઉપસ્થિત રહેશે. આ અવસરે સાંસદ સભ્યશ્રી મોહનભાઈ કુંડારિયા, રામભાઈ મોકરીયા, રાજકોટ શહેર રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, ધારાસભ્ય  ઉદયભાઈ કાનગડ, ડો.દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

આ કાર્યક્રમ કાલે કાલાવડ રોડ પર એ.જી.ચોક ખાતે સવારે 11:00 કલાકે યોજાશે.વિવિધ કામોનું લોકાર્પણ તેમજ ખાતમૂહૂર્ત રૂ. 28.52 કરોડના ખર્ચે જડુસ ચોક ખાતે ફ્લાયઓવરબ્રિજ બનાવવામાં આવેલ છે.  તેમજ વોર્ડ નં.9માં રૈયા મુક્તિધામ ખાતે રૂ. 4.07 કરોડના ખર્ચે ઇલેક્ટ્રિક ગેસ આધારિત સ્મશાન બનાવવામાં આવેલ છે. આ સ્મશાન 665.00 ચો.મી.નું બાંધકામ કરવામાં આવેલ છે. યુનિટ-1માં ઇલેક્ટ્રિક આધારિત ક્રીમેટોરીયમ બેડ-1, યુનિટ-2માં ગેસ આધારિત ક્રીમેટોરીયમ બેડ-1, યુનિટ-3 ભવિષ્યની જરૂરીયાત માટે અનામત રાખેલ છે., પ્રાર્થના હોલ અંદાજે 200 માણસોની ક્ષમતાવાળો બનાવવામાં આવેલ છે તેમજ ટોયલેટ બ્લોક-1 અને પેવિંગ રસ્તો બનાવવામાં આવેલ છે.

રીંગરોડ-2, ફેઝ-3માં ગોંડલ હાઇવે થી ભાવનગર હાઇવે સુધીનાં 10.60 કી.મી. રસ્તાની કામગીરી રકમ રૂ. 16.36કરોડનાં ખર્ચે પુર્ણ કરવામાં આવેલ છે.

રીંગરોડ-2, ફેઝ-4 માં ભાવનગર હાઇવે થી અમદાવાદ હાઇવે સુધીનાં 10.30 કી.મી. રસ્તાની કામગીરી રકમ રૂ. 22.04 કરોડનાં ખર્ચે પુર્ણ કરવામાં આવેલ છે.   તેમજ રૂ. 7.92 કરોડના ખર્ચે સ્માર્ટ સિટી વિસ્તારની ટી.પી. સ્કીમ નં.32, રૈયા એફ.પી.નં.83 ની 25,027 ચો.મી. જમીન પર ઇલેક્ટ્રિક બસ ચાર્જિંગ સ્ટેશન અને ઇલેક્ટ્રિક બસ ડેપોનું ખાતમુર્હુત થશે. વોર્ડ નં.3માં રૂ. 1.09 કરોડના ખર્ચે રેલનગર મેઈન રોડ બંને સાઈડ ફૂટપાથ તથા સાઈડ સોલ્ડરની યુટીલીટીનું ખાતમુર્હુત થશે.

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઈડબલ્યુએસ-1 કેટેગરીના ડ્રો 590 તથા પોપટપરા વિસ્તારના કઈંૠ કેટેગેરીના 100 આવાસોનું લોકાર્પણ કરાશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.