Abtak Media Google News

ગોંડલ રોડ ખાતે શ્રીનાથજી સ્કોડા દ્વારા બ્રાન્ડ ન્યુ સ્કોડા કુશાક કાર લોન્ચ ઇવેન્ટ યોજાઇ હતી ત્યારે શ્રીનાથજી સ્કોડા ના તમામ પરિવારજનો ખુબ ઉત્સાહી જોવા મળ્યા હતા! આર ડી ગ્રુપ ઓફ ઇવેન્ટસ દ્વારા આ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લાઈવ મ્યુઝિક  થકી  લોકોને મનોરંજન કરાવ્યું હતું. ન્યુ સ્કોડા કુશાક કાર લોન્ચીંગ ઈવેન્ટમાં અનેક જાણીકા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Vlcsnap 2021 07 08 08H33M26S793

બ્રાન્ડ ન્યુ સ્કોડા કુશાક આગળ જતાં સ્કોડાની માર્કેટ વધારશે: પ્રીયાંશી પાબારી

Vlcsnap 2021 07 08 08H34M15S502

શ્રીનાથજી સ્કોડા ના ડિરેક્ટર પ્રિયાંશી પાબરી અબતક સાથેની વિશેષ વાતચીતમાં દરમિયાન જણાવે છે કે તેઓ આ ફિલ્ડમાં છ મહિનાથી જ છે ત્યારે કાર લોન્ચ એક પ્રસંગ સમાન કહી શકાય. ત્યારે ઘણી વખત ડિરેક્ટર નામ પડે ત્યારે લોકોના મનમાં કોઈ પુરુષ આ સ્થાન પર હોય એવો જ વિચાર આવે છે પણ જો મારી ફેમિલી ની વાત કરું તો તેઓ ખૂબ જ સહાયક છે મારા ફાધર નો સપોર્ટ પણ ખૂબ જ રહ્યો છે ત્યારે હું ધન્યતા અનુભવું  છું કે મારો પરિવાર મને આ અંગે ખૂબ જ મોટીવેટ કરે છે. “કુશક” કાર લોન્ચ ની તો ઘણા સમય થી કસ્ટમર, ડીલર્સ અને સ્કોડા પોતે હરખભેર રાહ જોઈ રહ્યું હતું ત્યારે આજે એ દિવસ આવ્યો છે તો તમામ સ્કોડાનો પરિવાર ખૂશ – ખુશાલ છે આ 6 મહિના ના ગાળા માં આ મારો પ્રથમ મોટો પ્રસંગ કહી શકું અને કુશાક આગળ જતાં સ્કોડા ની માર્કેટ વધારશે એની ગેરંટી છે!

પેહલી વખત એસયુવીમાં ટી એસ આઈ એન્જીન ફીટ કરાયુેં: અદિત પીપલવા

Vlcsnap 2021 07 08 08H35M13S461

શ્રીનાથજી સ્કોડા ના મેનેજિંગ ડિરેક્ટર અદિત પીપલવા અબતક સાથેની વિશેષ વાતચીત દરમ્યાન જણાવે છે કે સ્કોડા કુશાક કાર લોન્ચ થઈ છે ત્યારે ઉત્સાહ તો હોય જ છે સાથે એક મેનેજિંગ ડિરેક્ટર ની જગ્યા એ ઘણી જવાબદારી પણ આવતી હોય છે કારણ કે માર્કેટ મા કુશાક ની રાહ લોકો આતુરતા થી જોઈ રહ્યા હતા ત્યારે બુકિંગ પણ વેઈટીંગમાં  આવશે આ બધાનું મેનેજમેન્ટ કરવાનું હોય છે ! સ્કોડા કાર એની બિલ્ટ કવોલિટી માટે જ પ્રસિદ્ધ છે ત્યારે કુશાકની વાત કરીએ તો એમાં  જર્મન સેફ્ટી, ક્રિસ્ટલ કલીયાર લાઈટિંગ ઉપરાંત પેહલી વખત એસયુંવિ માં ટી એસ આઈ એનજીન ફીટ કરવામાં આવ્યું છે!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.