Abtak Media Google News

લદાખ-કારગીલના અંતરીયાળ વિસ્તારોમાં ૭.૫ ગીગા વોટના સોલાર પ્રોજેકટો સ્થપાશે

૭૦ વર્ષ બાદ ભારત સરકાર દ્વારા એક ઐતિહાસિક કામગીરી હાથ ધરવામાં આવી છે. જયારે કારગીલ, લેહ લદાખ આ એક એવા વિસ્તારો છે જયાં તાપમાન મહદઅંશે માયન્સ ૫૦ ડિગ્રી સેલ્સીયન રહેતુ હોય છે. ત્યારે મોદી સરકાર વન નેશન વન ગ્રીડ યોજનાને અમલમાં મુકવામાં આવી છે. જેથી જમ્મુ-કાશ્મીરના પાવર વિભાગ દ્વારા ૩૫૦ કિ.મી.ની પાવર ગ્રીડ ટ્રાન્ઝમીશન લાઈન શ્રીનગર-કારગીલ-લેહ સુધી મુકવામાં આવશે જે વિશ્વના ઘણા ખરા પર્વતોની માળાઓને પાર થઈ કારગીલ સુધી પહોંચશે.

વાત કરવામાં આવે તો આ ઠંડા પ્રદેશમાં વીજળી લોકોને ખુબજ ઓછી મળતી હતી. પરંતુ હાલ સરકાર દ્વારા જે પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે તેનાથી ૨૪ કલાક આ તમામ વિસ્તારોને ઉર્જા એટલે કે, ઈલેકટ્રીસિટી મળી રહેશે. આ યોજનાથી ડિફેન્સને પણ ઘણી સુવિધાઓ પ્રાપ્ત થશે અને જમ્મુ-કાશ્મીર રાજયની આર્થિક વ્યવસ્થામાં પણ ઘણો સુધારો જોવા મળશે. આ તમામ ગામો એવા છે જેમાં તાપમાન માયન્સ ૫૦ ડિગ્રી સુધી રહેતુ હોય છે ત્યારે પાવર ગ્રીડ સ્ટેશનો ઉભા થવાથી મહદઅંશે જમ્મુ-કાશ્મીરમાં ઉદ્ભવતી તકલીફો અને સમસ્યાઓ દૂર થઈ જશે.

લેહ અને કારગીલ ગામમાં ૨૦૧૩થી એનએચપીસી હાઈડલ પ્રોજેકટ દ્વારા ઈલેકટ્રીસિટી મળતી હતી જે ૨૦૦૦ કરોડના ખર્ચે પ્રોજેકટને શરૂ કરવામાં આવ્યો હતો. જેમાં નીમો-બાઝગો અને ચુતક ગામે પાવર સ્ટેશનો ઉભા કરાયા હતા. ત્યારે શ્રીનગર લાઈન ખાતે પ્રસ્થાપિત કરવામાં આવતા પાવર ગ્રીડ સ્ટેશનો પુરી કેપેસીટીથી તમામ આજુબાજુના ગામોને ઉર્જા પ્રદાન કરશે સાથે સરપ્લસ પાવરનો પણ બચાવ કરશે જે ઉનાળા અને શિયાળામાં તેનો ઉપયોગ સારી રીતે થઈ શકે.

લદાખ અને કારગીલમાં ૭.૫ ગીગા વોટના સોલાર પ્રોજેકટો મુકવામાં આવશે. કારણ કે, આ એવા ગામો છે જયાં તાપમાન ખૂબજ ન્યુનતમ અને માઈનસમાં રહેતુ હોય છે અને તે ખુબજ ઠંડો પ્રદેશ માનવામાં આવે છે એટલે કયાંકને કયાંક ભારત સરકાર અને મોદી સરકાર દ્વારા વન નેશન વન ગ્રીડની યોજના લાગુ કરવામાં આવી છે તે જમ્મુ-કાશ્મીર વિસ્તાર અને જમ્મુ-કાશ્મીરના રાજયોને ખૂબજ મહત્વપૂર્ણ યોગદાન આપશે અને જે તકલીફો અને સમસ્યાઓનું નિર્માણ થતું હતું તેને પણ બખુબી રીતે નિવારી શકાશે. આ વિસ્તારો આંતકવાદ પ્રભાવીત વિસ્તારો માનવામાં આવે છે જેથી ડિફેન્સને પણ આ યોજનાથી ઘણો લાભ મળશે. અંતરીયાળ વિસ્તાર જેવા કે લદાખ અને કારગીલને ૭૫ ટકા ઉર્જા મળતી ન હતી ત્યારે પાવર ગ્રીન સ્ટેશનો ઉભા કરાવવાની સાથે જ આ વિસ્તારોને લાભ ભરપુર માત્રામાં મળશે અને તેમનું જે જીવન છે તે અન્ય લોકોની જેમ સરળતાથી જીવી શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.