જાણો કેવી રીતે બને છે ક્રિસ્પી મેગી મસાલા કટલેશ

recipes
recipes

સામગ્રી

  • ૧ પકેટ મેગી
  • ૨ બટાકા બાફેલા
  • ૩ બ્રેડ સ્લાઇસ
  • તેલ તળવા માટે
  • ૧ ડુંગળી કટ કરેલી
  • ૧ ચમચી આદુ લસણની પેસ્ટ
  • ૧ નાની ચમચી ચાટ મસાલો
  • લીલા ધાણા
  • ૨ લીલા મરચા
  • મીંઠુ સ્વાદ અનુસાર
  •  

બનાવવાની રીત

સૌથી પહેલાં મેગીને બાફી લો. એક બાઉલમાં બટાકા મેશ કરો. તેમાં મેગી અને બ્રેડ ક્રમ્બ્સ એડ કરીને મેશ કરો. હવે તેમાં મીઠું, આદુ લસણની પેસ્ટ, ડુંગળી, ચાટ મસાલો, લીલા મરચા, ઘાણા એડ કરીને બરોબર મિક્સ કરો. હથેડી પર થોડું તેલ લગાવીને ગોળ ટિક્કી બનાવો. હવે પેનમાં તેલ ગરમ કરો અને બંને બાજુ લાઇટ બ્રાઉન કલરની તળી લો. ક્રિસ્પી મેગી કટલેસને તમે ગ્રીન ચટણી કે સોસ સાથે ખાઇ શકો છો.