Abtak Media Google News

સંગઠન પર્વ-૨૦૧૯ અંતર્ગત ભાજપાનું સદસ્યતા વૃધ્ધિ અભિયાન ચાલી રહ્યુ છે ત્યારે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની રાષ્ટ્રપ્રથમની વિચારધારા અને વિકાસલક્ષી રાજનીતિથી પ્રેરાઇને જનસેવાના ભાવથી વિવિધ ક્ષેત્ર, વિવિધ વર્ગ તથા વિવિધ સમાજના લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઇ રહ્યા છે.

Advertisement

આજરોજ ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીની વિશેષ ઉપસ્થિતિમાં ભાજપા પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ કોબા, ગાંધીનગર ખાતે ગુજરાતના સુપ્રસિધ્ધ કલાકારો ભાજપામાં જોડાયા હતા.

ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ ગાયિકા ભૂમિ પંચાલ, સનેડો ફેઇમ એક્ટ્રેસ રિયા પંચાલ, સુપ્રસિધ્ધ ગુજરાતી ફિલ્મ છેલ્લો દિવસના રિધમ ભટ્ટ, નદીમ વઢવાણીયા તથા ડિરેક્ટર જીગ્નેશન મકવાણાને ભાજપાનો ખેસ પહેરાવી વિધિવત ભાજપામાં આવકાર્યા હતા. આ પ્રસંગે પૂર્વ મંત્રી શંકરભાઇ ચૌધરી તથા પ્રદેશ પ્રવક્તા શ્રી ભરત પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ જણાવ્યુ હતુ કે, દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી તથા ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઇ શાહ એક ગુજરાતી હોય ત્યારે ગુજરાતની સમગ્ર જનતા માટે એક ગૌરવ અને આનંદની વાત છે. સતત ૧૯૯૫ થી અવિરતપણે ભાજપા પર ગુજરાતની જનતાએ વિશ્વાસ મુક્યો છે. આશરે ૭૦ વર્ષથી વધારે સમયથી કશ્મીરના વિકાસમાં અવરોધરૂપ એવી કલમ-૩૭૦ હટાવવા માટે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઇ શાહના મજબૂત રાજકિય ઇચ્છાશક્તિ દર્શાવતા હિમ્મતભર્યા ઐતિહાસિક નિર્ણયથી પ્રભાવિત થઇ સમગ્ર દેશ અને ગુજરાતની જનતાનો વધુને વધુ ભાજપા તરફી અપાર પ્રેમ અને વિશ્વાસ પ્રદર્શીત થાય તે સ્વાભાવિક છે. ત્યારે ભાજપા સંગઠન ભાજપામાં જોડાઇ રહેલ સૌ કોઇનું સ્વાગત કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.