નમક ઓછું ખાવાથી શું થાસે આપના હાર્ટ ની હાલત ??? આ જરૂર વાંચો…

salt | health
salt | health

વધારે પડતું મીઠું ખાવાથી હૃદયરોગનો હુમલો આવી શકે છે એ વાત ક્લિનિકલી સાબિત થઈ ચૂકી છે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને (WHO)બહાર પાડેલી ગાઈડલાઈનમાં કહેવામાં આવ્યું છે કે પુખ્ત વયની વ્યક્તિએ દરરોજ પાંચ ગ્રામથી વધારે મીઠું પોતાના ખોરાકમાં લેવું ન જોઈએ, પરંતુ કેનેડાની મેક્ગ્રેગર યુનિવર્સિટી સાથે સંકળાયેલા ભારતીય મૂળના પ્રોફેસરે આ ગાઈડલાઈન સામે પણ પ્રશ્નાર્થ ઊભા કર્યા છે. તેમનું કહેવું છે કે રોજનુ ત્રણ ગ્રામ કરતાં ઓછું મીઠું શરીરમાં જાય તો હાર્ટ અટેક અને હાર્ટ-ફેલ્યુરનું જોખમ વધી જાય છે અને ઓવરઓલ મૃત્યુદરમાં પણ વધારો થાય છે.